સાંજ

સાંજ – અનિલ જોશી (સીમપરીની સેંથી – આસ્વાદ – ઉદયન ઠક્કર)

ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –સાંજ હીંચકા ખાયને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું –કણકણ થઇને ગોરજમાં વિખરાય. સાવ અચાનક કાબર-ટોળું ડાળ ઉપરથી ઊડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યુંવડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઇને લાલ પાંદડું ફૂટ્યુંધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતાં મારા શૈશવના કણ […]

સુઘરી : પ્રજનન ઋતુ સિવાય સુઘરી ચકલી જેવી જ દેખાય છે.

સુઘરી હિન્દી : बाया અંગ્રેજી : The Baya, Weaver Bird સુઘરીનું કદ ચકલી જેટલુ હોય છે. પ્રજનન ઋતુ સિવાય સુઘરી ચકલી જેવી જ દેખાય છે. પ્રજનન ઋતુમાં નર સુઘરીનું તાલકું અને છાતી ચળકતા પીળા, જ્યારે પેટાળ સફેદ, પીઠ અને પૂંછડી કથ્થાઈ  પણ કાળી લીટીઓવાળા હોય છે. તેમાં થોડી પીળા રંગની ઝાંય હોય છે. ગળું આછું […]

કાબર : દેશી મેના કે ગોરિકા પણ કહે છે

આપણે જેને કાબર નાં નામથી ઓળખીએ છીએ એ પણ મેના જ છે. આજે પણ ઉત્તર ભારતમાં આ વર્ગનાં બધા જ પક્ષીઓ ‘મેના’ નામથી ઓળખાય છે. ઉદાહરણ તરીકે  गंगा मेना, देशी मेना, बामनी नेमा, अबलक मेना, जंगली मेना. કાબર તેને દેશી મેના કે ગોરિકા પણ કહે છે. તેનું કદ બુલબુલથી થોડું મોટું હોય છે. કાબરની પીઠ […]

error: Content is protected !!