ઉચ્ચારણ કે વર્ણનું સામ્ય ધરાવતા ભિન્નભિન્ન અર્થભેદવાળા શબ્દો

Spread the love

ઉચ્ચારણ કે વર્ણનું સામ્ય ધરાવતા ભિન્નભિન્ન અર્થભેદવાળા શબ્દોની યાદી અત્રે આપેલી છે, જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે.

અપેક્ષા – ઈચ્છા, આશા
ઉપેક્ષા – તિરસ્કાર, અવગણના
અફર – નિશ્ચિત
અફળ – નિષ્ફળ
અનુસાર – પ્રમાણે
અનુસ્વાર – એક લિપિચિહ્ન
અભિનય – વેશ ભજવવો તે
અભિનવ – તદ્દન નવું
અવર – બીજું, ઉતરતું
અવળ – અવળું, વાંકું
અપકાર – હાનિ, અનુપકાર
ઉપકાર – અહેસાન
અપમાન – કોઈને ઉતારી પાડવા કરાયેલો તિરસ્કારભર્યો વર્તાવ
ઉપનામ – તખલ્લુસ
અસ્ત્ર – ફેંકવાનું હથિયાર
શસ્ત્ર – હાથમાં ઝાલીને વાપરવાનું હથિયાર
અહિ – સાપ
અહીં– આ સ્થળે
અંશ – ભાગ
અંસ – ખભો
આખું – બધુ, ભાંગ્યા વિનાનું
આખુ – ઉંદર
ઈનામ – બક્ષિસ
ઈમાન – પ્રામાણિકતા
ઉપહાર – ભેટ, બક્ષિસ
ઉપાહાર – નાસ્તો
કઠોર – કઠણ, નિર્દય
કઠોળ– દ્વિદળ ધાન્ય
કુલ – એકંદર
કૂલ – કિનારો, કુટુંબ, ખાનદાની, ટોળું
કૂચી – મહોલ્લો
કૂંચી – ચાવી
કોષ – ભંડાર, ખજાનો
કોસ – ગાઉ, અઢી કિલોમીટર, કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન
ખચિત – જડેલું,
ખચીત– અવશ્ય, જરૂર
ગુણ – જાતિસ્વભાવ, મૂળ લક્ષણ, સદગુણ
ગૂણ – થેલો, કોથળો
ગ્રહ – પૃથ્વી, શુક્ર વગેરે ગ્રહ
ગૃહ – ઘર, મકાન
ચારુ – મનોહર, સુંદર
ચારું – ખોદીને પડતર રાખેલું ખેતર, બીજા ઢોર ભેગું ચરવા જતું પ્રાણી
જિત – જિતાયેલું, જીતનારું
જીત – ફતેહ, વિજય, સંગીતનો એક અલંકાર
ચિર – લાંબા વખત સુધી, લાંબુ
ચીર – રેશમી વસ્ત્ર
જિન – જૈન તીર્થંકર, કપાસ લોધવાનું કારખાનું, બુદ્ધ
જીન – ઘોડાનું પલાણ
દીન – ગરીબ
દિન – દિવસ
દ્વિપ – હાથી
દ્વીપ – બેટ
પરમાણુ – નાનો અણું
પરમાણું – માપ, પુરાવો
પાણિ – હાથ
પાણી – જળ
પુર – નાગર
પૂર – રેલ
પુરી – ખાવાની વાનગી
પૂરી – નગરી
પહેલા – પ્રથમ
પહેલાં – પૂર્વે
મેદની – ભીડ
મેદિની – પૃથ્વી
જોસ – જુસ્સો
જોષ – જ્યોતિષનું જ્ઞાન
શંકર – મહાદેવ
સંકર – મિશ્રણ
શાંત – મૂક, શાંતિયુક્ત
સાન્ત – અંતવાળું, મર્યાદિત
શાલ – ઓધવાનું ગરમ વસ્ત્ર
સાલ – વરસ
નર – માણસ, પુરુષ
નળ – પેટમાંનું મોટું આંતરડું, પાણીનો નળ
વધુ – વધારે
વધૂ – વહુ, પત્ની
નાસતો – દોડતો
નાસ્તો – શિરામણ, હળવું ભોજન
રાશિ – ઢગલો, નક્ષત્રમાં બાર ઝૂમખાંમાનું પ્રત્યેક
રાશી – ખરાબ
વારિ – પાણી
વારી – વારો, ક્રમ, પાળી
સુત – પુત્ર
સૂત – સારથિ
સુર – દેવ
સૂર – સ્વર, અવાજ, સૂર્ય
શરત – હોડ, કરાર
સરત – નજર, ધ્યાન, સ્મૃતિ
સુવા – એક વનસ્પતિ
સૂવા – ઊંઘવા
ચૂક – ભૂલ
ચૂંક – ઝીણી ખીલી
સરકસ – જનાવર, કસરત વગેરેનો ખેલનો તમાશો
સરઘસ – પ્રસંગે નીકળેલું લોકટોળું

Total Page Visits: 1486 - Today Page Visits: 1

1 comments on “ઉચ્ચારણ કે વર્ણનું સામ્ય ધરાવતા ભિન્નભિન્ન અર્થભેદવાળા શબ્દો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!