એસીડિટી : લક્ષણો : કારણો : સાવધાની : એસીડિટીના ઉપચારો

એસીડિટી
Spread the love

આ લેખમાં આપણે એસીડિટી: લક્ષણો : કારણો : સાવધાની : એસિડિટીના ઉપચારો વિષે થોડી માહિતી મેળવીએ.

એસીડિટી : લક્ષણો

જમ્યા પછે ઘચરકા (ખાટા ઓટકાર) આવે કયારેક કડવા કે તીખા ઓડકાર આવે.
ગળામાં,છાતીમાં કે પેટમાં બળતરા થવી તથા હેડકી આવવી.
રાતના સમયે ઉધરસ આવે અને ઊંઘ ઓછી આવવી
સવારે જાગીએ ત્યારે મોંમાં ખાતો સ્વાદ હોય.
મોઢામાં ચાંદાં પડે કે અવાજ બેસી જવો.
હથેળી અને પગના તળિયામાં બળતરા થવી.
વધુ પડતો અપાનવાયુ છૂટવો.
વધુ એસીડીટીમાં લીલી-પીળી અને કડવી ઊલટી થઈ શકે,
બેચેની તથા ગભરામણ થાય.

એસિડિટી થવાના કારણો

એસીડીટીનો રોગ શરીર અને મન બંને ની અસંતુલિતતા (Phycho-Somatic Disorder)ના કારણે થાય છે.

માનસિક કારણો

ઈર્ષા,અદેખાઈ, વધુ પડતી હરિફાઈવાળી વૃત્તિ, ભય, ટેન્શન કે વધુ પડતો લોભ રાખવાથી એસિડિટી થઈ શકે છે.

સોંપલું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી  તેની ચિંતા રહેવાથી.

શારીરિક કારણો

જે કારણોથી અજીર્ણ થાય છે, પ્રાયઃ  તે કારણોથી એસિડિટી થાય છે.

આહારનું વ્યવસ્થિત પાચન ન થવાથી.

અન્નનળીનો વાલ્વ ઢીલો હોવાથી જઠરાગ્નિમાં રહેલા એસિડના ઓડકાર આવવાની સંભાવના વધી જાય છે.

વધુ પડતા તીખા, તળેલા  કે નશીલા પદાર્થોના સેવનથી.

જમ્યા બાદ તરત જ સૂઈ જવાથી.

અમુક દુ:ખાવો દૂર કરવા (Pain Killer) દવાઓના સેવનથી.

મેદસ્વિતા – જાડી વ્યક્તિઓના પેટ ઉપર વધુ દબાણ આવવાથી સમયાંતરે પેટનો વાલ્વ  ઢીલો થઈ શકે છ. કમરથી વધુ ફીટ કપડાં પહેરવાની આદતના કારણે પણ એસિડીટિ થવાની સંભાવના વધુ રહે છે.

એસિડિટીમાં આહાર સંબંધી વિવેક

એસિડિટી વખતે આહારમાં કાળજી રાખવી અત્યંત આવશયક છે.

આ રોગ કેવળ ખાન-પાનની સંભાળ લેવાથી મટે છે. ગમે તેવી દવાઓ હોય, તોપણ તે આહારની સંભાળ લીધા વિના કાંઈ જ ફાયદો નથી.

બને તો અન્નાહાર બંધ કરી ફક્ત દૂધ અને તાજા ફળોના આહાર પર થોડા દિવસ રહેવાથી વગર દવાએ  આ રોગ સારો થઈ જશે.

લીલાં પાંદડાંવાળા શાકભાજીનો ઉપયોગ વધુ કરવો.

વધુ મસાલેદાર અને તીખો આહાર ન લેતાં, સાદો અને સાત્ત્વિક આહાર લેવો.

ટામેટાં અને ટામેટામાંથી બનતી વસ્તુઓનો ત્યાગ કરવો.

સાવધાની

આહાર-વિહાર અને માનસિક વલણમાં ફેરફારો કરવાથી આ રોગ કાયમી નાબૂદ થઈ શકે છે. માટે માત્ર કામચલાઉ ઉપચાર ન કરવા.

પોતાની ઈચ્છા મુજબ ન થાય ત્યારે ગુસ્સે ન્ થઈ જવું,

ધીરજતા અને ક્ષમાનો ગુણ જીવનમાં અપનાવવો.

કાર્યભાર  અને આંતરિક જીવનનું સંતુલન કરતાં શીખવું.

એસિડિટી ના ઉપચારો

એસીડિટી માટે બપોરે  અને સાંજે ભોજન બાદ 1 ચમચી આમલનું ચૂર્ણ પાણી સાથે લેવું.

વિકટ સંજોગોમાં એસિડિટી થઈ હોય અને જ્યારે કાંઇ પણ ઉપચારની વ્યવસ્થા ન હોય ત્યારે પોતાની જ લાળ ગળ્યા કરવી, આપણી લાળ અનેક પાચકરસો પેટને પાચન કરવામાં ખૂબ જ સહાયક થતા હોય છે, અને પેટના એસિડને સંતુલિત રાખતા હોય છે.

1-2 ગ્લાસ માટલાનું ઠંડુ પાણી પી જવું.

25 – 30 ગ્રામ કુંવારપાઠાનો રસ પીવો.

1 કપ પાણી કે છાશમાં શેકેલું થોડું જીરું તથા સાકર મેળવીને પીવું.

2 કેળામાં 2 ચમચી ઘી અને 1 ચમચી સાકર નાખીને ખાવું,

3 ચમચી આમળાનો રસ, 10 ગ્રામ કાળી દ્રાક્ષ અને 1 ચમચી મધ ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.

અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવું.

જીરું અને સાકરચૂર્ણ દૂધ સાથે લેવું.

શતાવરીનું ચૂર્ણ  દૂધ સાથે લેવું.

20 નંગ કાળી દ્રાક્ષ ધોઈને રાત્રે પાણીમાં પલાળી સવારે મસળી તેનું પાણી પીવું. 

 

Total Page Visits: 772 - Today Page Visits: 1

1 comments on “એસીડિટી : લક્ષણો : કારણો : સાવધાની : એસીડિટીના ઉપચારો

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!