કઠોર કૃપા – કાકાસાહેબ કાલેલકર

કઠોર કૃપા
Spread the love

એક ગરાસીયા કુટુંબ વખો પડતાં બહુ જ ગરીબાઈમાં આવી પડ્યું. ઘરની ચીજવસ્તુ છાનીમાની વેચી ઘણા દિવસ કાઢ્યા. પછી તો વેચવા માટે પણ કશું ન રહ્યું. તેમના આંગણામાં એક સરગવાનું ઝાડ હતું. સરગવાને શીંગો થઇ હતી. પણ પંડે બજારમાં વેચવા જાય તો ઘરની લાજ જાય એમ માની રાતની વેળાએ શીંગો ઉતારી એક કાછિયાને, એ આપે એટલા પૈસા મૂંગે મોઢે લઇ આપી દે એ તેટલા ઉપર મહાકષ્ટે ગુજરાન ચલાવે. કુટુંબમાં પણ પાંચ ભાઈઓનો વિસ્તાર; એટલે મોટેરાંમાંથી કેટલાક વારાફરતી અપવાસ કરે.

એક દિવસ એમનાં સગાંમાંનો કોઈ એક સાંજની વેળાએ એમને ત્યાં આવી રાતવાસો રહ્યો. તેને અને નાનાં છોકરાંઓને વાળું કરાવી બાકીના બધાએ કહ્યું,  “અમને ભૂખ નથી.”

પછી મહેમાનને ઊંઘી ગયેલો ધારી ઘરધણીએ હમેશની પેઠે સરગવા પરથી શીંગો ઉતારી અને અંધારામાં પેલા કાછિયાને ત્યાં જઈ વેચી આવ્યો. મહેમાન તો જાગતો જ હતો. તેને આ કુટુંબની સ્થિતિની પણ ખબર હતી. આ પાંચે ભાઈઓ ભડ છતાં લાચારની પેઠે આમ અપવાસો કરી રહ્યા છે એનું કારણ આ સરગવો જ છે એમ જોઈ, બધા સૂઈ ગયા પછી મોડી રાત્રે એ મહેમાન ઊઠ્યો અને હળવે રહીને પેલું ઝાડ કાપી નાખ્યું. અને સવારે ઘરનું કોઈ ઉઠે તે પહેલાં જ તેણે પોતાના ઘરનો રસ્તો પકડ્યો.

સવારમાં ઘરમાં હાહાકાર થઇ ઊઠ્યો, “કેવો સાચો સગો ! આપણી ગરીબાઈ જાણી, બને તો કંઇક મદદ કરવાને બદલે, પાતળી રાબનું પાણી દેનારો આટલો સરગવો હતો તે પણ કાપી ચાલતો થયો!” આમ  કહી બધા પેલા મહેમાનને મનમાં ને મનમાં ગાળો દેવા લાગ્યો.

આમ કરતાં જેમતેમ દહાડો તો વીતી ગયો. રાત્રે બધા ભેગા થઇ બેઠા અને વિચાર કર્યો કે હવે ઘેર રહ્યું પાલવે એમ નથી.

બધા જ ભાઈઓ સારા ઘરના અને ભલા હોવાથી દરેકને  

ધંધો મળતાં વાર લાગી નહીં. જોતજોતામાં એમની સ્થિતિ સુધરી. બે વરસ પછી જયારે બધા દિવાળી પર ભેગા થયા ત્યારે મહેમાન તરીકે આવ્યો.

પાંચે ભાઈ ઇને પગે પડ્યા અને બોલ્યા, “કઠોર થઈને જો તમે તે દિવસે અમારા પર કૃપા ન કરી હોત તો અમે આજ આ ઉજળો દહાડો જોત નહીં.”

Total Page Visits: 128 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!