કવિ દાદ શબ્દ બ્રહ્મમાં લીન

કવિ દાદ
કવિ દાદ
Spread the love

કવિ દાદુદાન પ્રતાપદાન મીસણ (ગઢવી

કવિ દાદ વેરાવળ તાલુકાના ઇશ્વરીયા ગામે ૧૯૪૦માં કવિનો જન્મ થયો. ફોર્મલ શિક્ષણ સામાન્ય પરંતુ કવિત્વ શક્તિ અસાધારણ. સાત દાયકાથી વધારે અર્થપૂર્ણ આયુષ્યમાં કવિશ્રીએ આઠ જેટલા કાવ્ય સંગ્રહોની અમૂલ્ય તથા ચિરંજીવી ભેટ સમાજને ચરણે ઘરી છે. છેલ્લી અડધી સદીથી પોતાના મધુર કંઠેથી સાહિત્ય તથા કાવ્યોની રસલ્હાણ પીરસે છે. કવિનું જાહેર અભિવાદનમુંબઇમાં ૧૯૯૩ માં ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માતુશ્રી બીરલા માતૃગૃહમાં પૂજય મોરારીબાપુના અધ્યક્ષસ્થાને થયો. ગુજરાત સરકાર તરફથી પણ તેમનું સન્માન લોકકલા ક્ષેત્રનો એવોર્ડ ૧૯૯૮ માં આપીને કરવામાં આવ્યું. પૂજય મોરારીબાપુ પ્રેરીત કવિ શ્રી દુલા કાગ લોકસાહિત્ય એવોર્ડ કવિશ્રીને ૨૦૦૩ ના વર્ષમાં આપવામાં આવ્યો. કવિતાની અણમોલ આહૂતિ આપીને કવિએ સામાજિક ચેતના પ્રગટાવવાનું યશકાર્ય કર્યું છે

આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે

છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો
જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે

હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા
રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે

કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે
તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે

ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી
તો ધુણા ગીરના હજુ ધખીતા નીકળે


શુ તાસીર છે આ ભુમી ની હજી રાજા
જનક જેવા હ્ળ હાકે તો સીતા નીકળે

-કવિ દાદ

મારે ઠાકોરજી નથી થાવું

મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું

ધડ ધીંગાણે જેના માથાં મસાણે એના પાળિયા થઈને પૂજાવું

ટોચ મા ટાંચણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

હોમ હવન કે જગન જાપથી મારે નથી રે પૂજાવું

બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એવા કુમળા હાથે ખોડાવું

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

પીળા પીતાંબર કે જરકશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું

કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઈ જાવું

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે નીરગંગામાં નથી નાવું

નમતી સાંજે કોઈ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું

શૂરા શહીદોની સંગાથમાં મારે ખાંભીયું થઈને ખોડાવું

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

કપટી જગતના કૂડાકૂડા રાગથી ફોગટ નથી રે ફુલાવું

મુડદાં બોલે એવા સિંધુડા રાગમાં શૂરોપૂરો સરજાવું

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે ચિતારા નથી ચીતરાવું

રંગ કસુંબીના ઘૂંટ્યા રુદામાં એને ‘દાદ’ ઝાઝું રંગાવું

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

Total Page Visits: 965 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!