કૃમિ – કરમિયા : આંતરડામાં રહેતા ખરાબ કીટાણુ.

કૃમિ
કૃમિ
Spread the love

આપણા શરીરમાં અનેક કીટાણુઓ  parasites હોય છે, તેમાં અમુક સારા અને અમુક ખરાબ હોય છે. કૃમિ એટલે આંતરડામાં રહેતા ખરાબ કીટાણુ. જે દેશો ગરમીપ્રધાન હોય તે દેશોમાં આ રોગ વધુ પ્રમાણમાં થાય છે. તેથી ભારત દેશમાં આ રોગ વિસ્તૃત પ્રમાણમાં છે. તેમાં પણ જ્યાં બહારની સ્વચ્છતા ઓછી હોય, અને ખાન-પાનના સ્થાનોમાં ગંદકી હોય તેવા વિસ્તારોમાં આ બીમારી વધુ પ્રમાણમાં થાય છે.

કૃમિ

આ રોગ સામાન્ય જણાતો હોવા છતાં ગંભીર છે. કેમ જે આના દ્વારા શરીરમાં અન્ય રોગ પ્રવેશવાની ખૂબ જ સંભાવના છે. આતરડામાં કૃમિ હોવાના લક્ષણો ઘણીવાર અઠવાડિયાઓ અને કોઈક વાર તો વર્ષો પછી જણાતાં હોય છે.

કૃમિના લક્ષણો

પેટમાં દુખવું તથા ઝાડા અને ઉલટી થવી.

મોઢામાંથી કડવો સ્વાદ આવવો.  

વજન ઘટવું.

વારંવાર અપાનવાયુ છૂટવો.

મળમાં કૃમિ દેખાવા.

શરીરમાં થાક અનુભવવો.

કૃમિના પ્રકારો

ગોળ કૃમિ round wormsસુત્ર કૃમિ thread wormsચપટા કૃમિ tape worms
ઉંમરબાળકોમાંબાળકો તથા મોટી ઉમરના લોકોનેબાળકો સિવાય કોઈ પણ ઉમરના લોકોને
માપ૪ થી ૧૦ ઇંચ લાંબાઅંદાજે અડધો ઇંચ લાંબાઅડધા ઇંચથી પચાસ ફૂટ લાંબા હોય શકે
લક્ષણતાવ, ઉલટી, ઝાડા, વજન ઘટવો વગેરેગુદા માર્ગમાં ખંજવાળ આવવી અને કબજિયાત રહેવુંપેટમાં ખૂબ જ દુખાવો થવો.

કૃમિ થવાના કારણો

દુષિત પાણી પીવું.

ગંદકી વાળી જગ્યામાં રહેવું અથવા  ભોજન બનાવવું.

ભૂખ ન હોવા છતાં જમવું.

વધુ પડતાં ગળ્યા, ખટાશ વાળા, ચિકાસવાળા પદાર્થો જમવા.

મેંદાની વાનગીઓ જમવી તથા વધુ પડતાં ઠંડા પદાર્થોનું સેવન કરવું.

વિરુદ્ધ આહારનું સેવન કરવું.

દિવસે વધુ પડતું સુવું અને શ્રમરહિત જીવન હોવું.

લાંબા સમયનો કબજિયાત.

રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવી.

વિટામીન અને ખનીજોની ખામી હોવી.

કૃમિ અને આહાર સંબંધી વિવેક

કૃમિએ કફનો રોગ છે. તેથી કફનાશક કડવા, તીખા પદાર્થો ખાસ લેવા.

ગળ્યા, ખારા અને મેંદાવાળા પદાર્થોનો ખાસ ત્યાગ કરવો.

મરી, જીરું, સંચળયુક્ત છાસનું સેવન કરવું.

કૃમિ અંગે સાવધાની

ઉકાળેલું અથવા ફિલ્ટર પાણી જ પીવું.

શાકભાજી અને ફળો ખાસ વ્યવસ્થિત ધોઈને જ વાપરવા.

બહારથી આવ્યા પછી હાથ પગ વ્યવસ્થિત ધોવા.  

કૃમિનાં ઉપચારો

અજમો કૃમિના ઉપચાર માટે ઉત્તમ દવા છે. તેની અંદર થાઈમોલ હોવાથી તે બધા જ કૃમિને જળમૂળમાંથી નાશ કરે છે. અડધી ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને રાત્રે ગોળ સાથે લેવો.

રોજ બે થી ત્રણ ચમચી કારેલાનાં પાનનો રસ પીવાથી કૃમિ મટે છે.

લીમડાનો રસ એક અઠવાડિયા સુધી લેવાથી કૃમિનો જળમૂળમાંથી નાશ થાય છે.

સુંઠને વાવડીંગનું ચૂર્ણ મધ કે પાણીમાં લેવાથી કૃમિ મટે છે.

સોપારીનો ભૂકો થોડા ગરમ પાણીમાં  દિવસમાં ત્રણ ચાર લેવાથી કૃમિનો નાશ થાય છે.

એક ચમચી હળદર અને ચપટી મીઠું રોજ અડધા કપ ગરમ પાણીમાં નાખીને સવારે ભૂખ્યા પેટે લેવાથી કૃમિ નાશ પામે છે.

પપૈયું શરીરમાં પ્રવેશેલા બહારના ખરાબ જીવાણુંને નાશ કરવા માટે અત્યંત ફાયદાકારક છે. તેની અંદર  પેપેઈન અને કેરીસીન નામના પાચક રસો આવવાથી તે કૃમિનો નિકાલ કરવામાં ખૂબ જ સહાયક થાય છે.

રોજ સવારે ભૂખ્યા પેટે ગોળનો એક ટુકડો જમાવો. ત્યાર પછી ૧૫ થી ૨૦ મિનીટ બાદ અડધી ચમચી અજમો ફાકી જવો અને ઉપર થોડું પાણી પીવું. આમ બે અઠવાડિયા સુધી કરવું.

Total Page Visits: 191 - Today Page Visits: 23

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!