ગેંડો ‘રાઈનોસોરસ’ : શાકાહારી અને તાકાતવર પ્રાણી

ગેંડો
ગેંડો
Spread the love

આપણી પૃથ્વી ઉપર હાથી પછીનું તાકાતવર પ્રાણી ગેંડો છે. ‘રાઈનોસોરસ’ શબ્દ ગ્રીક ભાષામાંથી લેવામાં આવ્યો છે. ‘રાઈનો’નો અર્થ નાક થાય છે. અને ‘સોરસ’નો અર્થ શીંગ થાય છે. ગેંડો ખુબ વિશાળ, શીંગડાવાળું અને થાંભલા જેવાં પગ ધરાવતું પ્રાણી છે. સફેદ ગેંડા તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે ગેંડાના નાક ઉપરનું શિંગડુ હકીકતમાં તો વાળનો એક ગુચ્છો હોય છે,જે તૂટી જાય તો ફરી પાછું ઊગી જાય છે. જેમ નખ તથા અન્ય વાળ વધે તેમ એ પણ વધે છે. ગેંડો એ શાકાહારી પ્રાણી છે. જે ઘાસ અને વનસ્પતિ ખાય છે.

મદ એકવારમાં એક બચ્ચાને જન્મ આપે છે. જયારે જન્મે ત્યારે બાળ ગેંડાને શિંગડું હોતું નથી. જેમ જેમ તેની ઉંમર વધતી જાય તેમ તેને શિંગડું આવે છે. બેબી રાઈનો એક વર્ષ સુધી માતાના દૂધ પર નિર્ભર રહે છે. ગેંડો દિવસનો મોટાભાગનો સમય નદી, નાળા, તળાવો અને જળાશયોમાં પડ્યા રહેવામાં પસાર કરે છે, જે તેમના શરીરને ઠંડક આપે છે. જયારે ખૂબ ગરમી ન હોય તેવા સમયે એટલે કે વહેલી સવારે અને મોડી રાત્રે જ તેઓ મોટે ભાગે વધુ ક્રિયાશીલ હોય છે. ગેંડા આફ્રિકા અને એશિયાના ઘાસનાં મેદાનોમાં જોવા મળે છે. ગેંડાની પાંચ જાતિઓ છે. સુમાત્રન, જાવન, ભારતીય અને સફેદ. સુમાત્રન, જાવન અને ભારતીય ગેંડો એશિયામાં જોવા મળે છે.

જાવન ગેંડા ઇન્ડોનેશિયાના જવા દ્વીપમાં જોવા મળે છે. ગેંડાની આ પ્રજાતિ વિલુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. ભારતીય ગેંડા અને જાવન ગેંડાને એક શિંગડું હોય છે. જયારે બાકીની ત્રણેય પ્રજાતિ બે શિંગડા ધરાવે છે.

ભારતીય ગેંડો

ભારતમાં ગેંડા આસામ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ અને હિમાલયના અમુક પહાડોમાં જોવા મળે છે. ભારતીય ગેંડાને એક જ શિંગડું હોવાથી તેમજ તેનાં ચામડીના રંગથી પણ તે આફ્રિકન ગેંડાથી જુદા પડે છે. તેની ચામડી પણ શરીરના સાંધાઓથી અલગ પડે છે. જે વિશિષ્ટતા આફ્રિકન ગેંડામાં જોવા મળતી નથી. સુમાત્રન ગેંડા સૌથી નાના ગેંડા હોય છે. જેનું વજન એક ટનથી પણ ઓછું હોય છે. તેની ઉંચાઈ પણ ઓછી હોય છે.

આફ્રિકન ગેંડો અને સફેદ ગેંડા

એશિયાના ગેંડાથી મોટા દેખાતા આફ્રિકન ગેંડા બે શિંગડાં ધરાવે છે. બંને કાળા અને સફેદ આફ્રિકન ગેંડાઓ સામાન્ય રીતે ભૂખરા જેવો રંગ ધરાવે છે. સફેદ ગેંડા કે જેવો ચોરસ હોઠ ધરાવે છે. તે ગેંડાની જોવા મળતી સૌથી સામાન્ય પ્રજાતિ છે. તે હાથી પછીનું બીજા નંબરનું સૌથી મોટું પ્રાણી છે કે જે જમીન ઉપર વસવાટ કરે છે. નર સફેદ ગેંડાનું વજન 3500 કિલો જેટલું હોય શકે છે.

ગેંડા વિશે થોડી વધુ જાણકારી અને રસપ્રદ પ્રશ્નોત્તરી

ગેંડાની ઉચાઈ 5 ફીટ અને વજન લગભગ 2 થી 2.5 ટન આસપાસ હોય છે.આટલું ભારે શરીર હોવા છતાં ગેંડા 50 કિલોમીટર પ્રતિ કલાક ગતિથી દોડી શકે છે.

આફ્રિકન ગેંડો અને સફેદ ગેંડા

પ્રશ્નોત્તરી

1. ગેંડાની સામાન્ય રીતે જોવા મળતી પ્રજાતિ કઈ છે?

જવાબ.

2.ક્યા દિવસે વિશ્વ ગેંડા દિવસની ઉજવણી થાય છે?

જવાબ.

3.ગેંડા ક્યાં જોવા મળે છે?

જવાબ.

4.ગેંડાની કેટલી પ્રજાતિ છે કઈ કઈ?

જવાબ.

5. સફેદ ગેંડા ક્યાં જોવા મળે છે?

જવાબ.

6. સફેદ ગેંડાના હોઠ ક્યાં આકારના હોય છે?

જવાબ.

7.ભારતમાં ગેંડા કઈ કઈ જગ્યાએ જોવા મળે છે?

જવાબ.

8.ક્યાં ગેંડા સૌથી નાના હોય છે?

જવાબ.

Total Page Visits: 93 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!