ચાણક્ય નીતિસૂત્ર

Spread the love

સ્વામીની સમૃદ્ધિ પ્રકૃતિ (લોકો)ને સમૃદ્ધ કરે છે.

પ્રકૃતિની સમૃદ્ધિથી નાયક વિનાનું રાજ્ય પણ ચલાવી શકાય છે.

પ્રકૃતિનો કોપ (બીજા) સર્વ કોપો કરતાં (રાજ્યને માટે) મોટો છે.

અવિનીત (નિરકુંશ) સ્વામિ (હોવા) કરતાં સ્વામિપણું ન હોવું એ શ્રેયસ્કર છે.

આત્માને (પોતાને) સર્વ રીતે સંપત્તિમાન કર્યા પછી માણસ સહાયકોની ઈચ્છા કરે (શોધ) છે કારણ કે જેને સહાયક નથી હોતા તેનાથી ગુપ્ત વિચાર થઈ શકતો નથી. કેમ કે એક જ ચક્ર (રથને) ચલાવી શકતું નથી.

સહાયક કેવો હોવો જોઇએ ?

સુખદુ:ખમાં સમાન રહે તે ખરો સહાય (મિત્ર) કહેવાય.

શૂર, માની (પ્રતિષ્ઠાવાળા) અને બુદ્ધિવાળાએ પોતાના જેવો જ બીજાને મંત્રીપદે સ્થપાવો.  

સ્નેહથી (તણાઈને) ઉદ્ધતને મંત્રીપદે નીમવો નહીં.

વિદ્વાન અને શુદ્ધ ચરિત્ર્યવાળાને ગુપ્ત વિચારમાં મંત્રી બનાવવો.

સર્વકાર્યના આરંભમંત્ર (ગુપ્તવિચાર) પૂર્વક કરવા.

મંત્રણા ગુપ્ત રાખવાથી કાર્યસિદ્ધિ સહેલાઈથી થાય છે.

ગુપ્ત વિચાર બહાર પ્રસરી જાય તો સર્વ નાશ થાય છે.

મંત્રમાં (એવાં) પ્રમાદથી જ મનુષ્ય શત્રુનો વશ થાય છે.

સર્વે બાજુએથી મંત્રો (ગુપ્ત વિચારો)નું રક્ષણ કરવું કારણ કે મંત્રરૂપ સંપત્તિ રાજ્યની વૃદ્ધિ કરે છે.

સર્વમાં શ્રેષ્ઠ મંત્રગોપન કહેવાય છે.

કાર્ય ને અકાર્ય – કરવાં  યોગ્ય ને ન કરવા યોગ્ય) તેનો પ્રદીપ તે મંત્ર છે.

મંત્રરૂપી આંખો પારકાના છિદ્રો જુએ છે.

જ્યારે મંત્ર ચાલતો હોય ત્યારે બેદરકાર ન રહેવું જોઈએ અથવા અદેખાઈ ન્ કરવી જોઈએ.

ત્રણ મનુષ્યનો બહુમતીનો મત એક હોય તો તે ગ્રહણ કરવો.

જેઓ નિષ્કામ બુદ્ધિ (જેમને કોઈપણ જાતનો લોભ નહીં) હોય તેવા તથા કાર્ય કરવા યોગ્ય અને અકાર્યને જાણે તેઓ જ ખરા મંત્રી છે.

છ કાને સાંભળેલો મંત્ર ગુપ્ત રહેતો નથી, પરંતુ જાહેર થાય છે.

આપત્તિ કાળમાં સ્નેહ રાખે તે જ મિત્ર.

મહેનતુ અને આળસુ 

બળવાન મનુષ્યો હંમેશા  ન મળેલું મેળવવા પ્રયત્ન કરે છે.

આળસુ મનુષ્યને અલબ્ધ (દુર્લભ)નો લાભ થતો નથી.

આળસુને દુર્લભ વસ્તુ મળેલી હોય તોપણ તે વૃદ્ધિ પામતું નથી.  અને જે આળસુ છે તે રક્ષણ કરે તોપણ તે વૃદ્ધિ પામતું નથી.

સ્વજનોને પણ તેઓ (આળસુ) પોષી શકતા નથી.

આળસુઓ તીર્થ પણ કરી શકતા નથી.

અલબ્ધ લાભ (જે વસ્તુ દુર્લભ છે તેનો લાભ) વગેરે ચતુર્વર્ગ જેમાં હોય તેનું નામ રાજ્યતંત્ર. (ચતુર્વર્ગ 1 દુર્લભ વસ્તુની પ્રાપ્તિ; 2 મળ્યું હોય તેનું રક્ષણ કરવું, 3 જે મળ્યું હોય તેની વ્યવસ્થા કરી વૃદ્ધિ કરવી અને 4 છેવટે યોગ્ય મણસોમાં તેને વહેચવું  – દાન કરવું. (કૌટિલ્ય) )

જેમાં રાજ્યતંત્રની વાર્તા હોય તેનું નામ નીતિશાસ્ત્ર.

નીતિ તેને કહે છે જેમાં સંધિ કરવાનું, વિગ્રહ કરવાનું, યાન એટલે જવાનું (ચઢાઈ કરવાનું), આસન એટલે બેસાવનું, દ્વૈધીભાવ એટલે તટસ્થ રહેવાનું અને સમતા રાખવાનું હોય છે.

નીતિશાસ્ત્ર  પર પ્રેમ રાખે તે રાજા.

શત્રુ તે છે જેનો સ્વભાવ વિરોધી હોય છે. અથવા પાડોશના લોકોને શત્રુ જાણવા.

એકને અંતરે જે બીજો હોય છે તેને મિત્ર તરીકે પસંદ કરવો.

કારણને લઈને શત્રુ અને મિત્ર થાય છે.

એકલો પડી ગયો હોય વા નિર્બળ હોય તેણે સંધિ કરવી. કારણ કે, બળની ઈચ્છા રાખનારાઓને બળપ્રાપ્તિ એ જ સંધિ કરવાનું કારણ છે.

જે લોઢું તપાવેલું નથી હોતું તે બીજા લોઢાની સાથે સંધાતુ નથી.

બળવાને પોતાથી નબળા શત્રુ સાથે વિગ્રહ કરવો. પરંતુ સમાન વા (બલમાં) જ્યેષ્ઠ સાથે નહીં.

બળવાન સાથેનો વિગ્રહ તે હસ્તિસ્વાર અને પાળો એ બે વચ્ચેના યુદ્ધ જેવું છે.

આમપાત્ર (કાચાં માટીનાં પાત્ર) આમપાત્રની સાથે જ (અથડાવાથી) નાશ પામશે. અર્થાત્  સરખે સરખાં લડે તો બંને નાશ પામે.

શત્રુની દરેક હીલચાલ સૂક્ષ્મતાથી તપાસવી અને આત્મરક્ષા કરીને રહેવું.

સંધિ કરીને અથવા તો વિરોધીની સામે આત્મરક્ષા કરી રહેવું.

શક્તિહીન મનુષ્યે બળવાનનો આશ્રય કરવો; કારણ કે દુર્બળનો આશ્રય કરવાથી દુ:ખ થાય છે. માટે અગ્નિ જેવાં બળવાન રાજ્યનો આશ્રય કરવો.

રાજયની આગળ દૈવી મનુષ્યને માફક આચરણ કરવું નહીં.

તેમ જ રાજાની સમક્ષ ઉદ્ધત દેખાવ કરવો નહીં.

જે વ્યસનને આધીન છે તેને તેના કાર્યમાં કદી  જય મળતો નથી.

Total Page Visits: 1389 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!