ડહાપણ દાઢ : સમજણ – સારવાર અને માર્ગદર્શિકા

ડહાપણ દાઢ
ડહાપણ દાઢ
Spread the love

સૌથી પહેલાં તો એ જાણીએ કે આ દાઢનું નામ ડહાપણ દાઢ કેમ પાડવામાં આવ્યું ?

સામાન્ય રીતે આ દાઢ પંદર વર્ષ બાદ આવે છે અને ઘણા લોકોને આ દાઢ આવતી પણ નથી. આવી જ રીતે માણસોમાં સામાન્ય રીતે ડહાપણ પણ આ ઉંમરમાં જ આવે છે. (અને થોડા-ઘણાંને ડહાપણ જિંદગીભર આવતું નથી.)  આથી આ દાઢને ડહાપણ દાઢ કહેવામાં આવે છે. કોઈકવાર એવું બને કે ડહાપણદાઢ આવે પણ ડહાપણ ન આવે ! પરંતુ આની વિરુદ્ધ પણ શક્ય છે.

પહેલાના વખતમાં ડહાપણ દાઢ કાઢવી એ ડોકટરો /માટે મુશ્કેલી ભર્યું કાર્ય હતું. વધુ પડતાં લોકોમાં એ ત્રાંસી ઉગેલી હોય છે. અથવા તો તેના મૂળ હાડકાની અંદર ફસાઈ ગયેલા હોય છે. પરંતુ હવેના જમાનામાં એક્સ રે અને નવી સાધન-સામગ્રી વડે આવી દાઢ કાઢવી એ મુશ્કેલી ભર્યું કાર્ય નથી.

કલ્પના કરો કે એક બેન્ચમાં ૧૪ છોકરો બેઠા હોય પછી બંને છેડે એક એક વિદ્યાર્થીને બેસવાનું કહેવામાં આવે તો આ બંનેને થોડી જગ્યામાં બેસવા માટે થોડું વાંકુ-ચૂકું થઇને બેસવું પડે. એવી જ રીતે, ખાસ કરીને નીચેના જડબામાં ૧૪ દાંત તો હોય જ અને તે ઉપરાંત બંને બાજુએ એક એક ડહાપણ દાઢ આવે તો પછી આવી દાઢોને પણ ઘણી વખત જડબામાં ત્રાંસી થઈને બેસવું પડે છે.

આમ, જોવા જઈએ તો ઉપરના જડબાના બંને છેડે એક-એક, અને નીચેના જડબાના બંને છેડે એક-એક ડહાપણ દાઢ આવે છે.

સામાન્ય રીતે ઉપરના જડબામાં આવતી ડહાપણદાઢ તફલીફ ઓછી કરે છે, પરંતુ નીચેના જડબામાં આવતી ડહાપણ દાઢની તકલીફ કરવાની શક્યતાઓ વધી જાય છે.

ડહાપણદાઢ જો સીધી અને દંત-પંક્તિમાં વ્યવસ્થિત આવી હોય તો બહુ ઓછી તકલીફ કરે છે. પરંતુ ફસાઈ ગયેલી અથવા ત્રાંસી ઉગેલી ડહાપણ દાઢથી તકલીફ થાય છે.

ડહાપણ દાઢ ત્રાંસી ઉગવાનું કારણ

આદિ માનવના વખતમાં,  તમે ચિત્રોમાં જોયું હશે કે તેઓના જડબા આપણા જડબા કરતાં મોટા હતા, કારણ કે તેઓ વધુ પડતો કાચો અને કઠણ  ખોરાક લેતાં, જેને ચાવવા માટે વધારે મજબૂત અને વધારે મોટા દાંતની જરૂર પડતી.

માણસની ઉત્ક્રાંતિ જેમ – જેમ  થતી ગઈ  તેમ તેના ખોરાકમાં પણ ફેરફાર થતો ગયો. આની સાથે જડબાનું કદ પણ ઘટતું ગયું. આજના યુગમાં આપણે ખૂબ જ ઓછી માત્રામાં કાચો અને કઠણ ખોરાક લઈએ છીએ આથી ડહાપણ દાઢની આવશ્યકતા પણ ઓછી થતી જાય છે. સાથે ડહાપણ દાઢને આવવામાં જોઈતી  જગ્યામાં ઘટાડો થતો  જતો હોવાથી ઘણીવાર તે ઉગતી જ નથી. આવે તો પણ જગ્યાના અભાવનાં કારણે ત્રાંસી ઉગવાની શક્યતાઓ વધી જાય છે.

ફસાયેલી ડહાપણ દાઢના પ્રકારો

જડબાની અંદર ફસાયેલી ડહાપણ દાઢના ચાર પ્રકારો છે.

૧ આગળની તરફ ઢળેલી દાઢ

૨ પાછળની તરફ ઢળેલી દાઢ

૩ આખી આડી દાઢ

૪ સીધી હોવા છતાં હાડકામાં ફસાયેલી દાઢ

ડહાપણ દાઢ આવવાના સમયે થતી મુશ્કેલીઓ

જ્યારે જયારે ડહાપણ દાઢ બહાર આવે છે ત્યારે દંતપંક્તિનાં છેડે પેઢાં ઉપર સોજો આવી જાય છે. જેને કારણે દર્દીઓને ઘણી વખત મોઢું ખોલવામાં પણ તકલીફ પડે છે. અને જડબાની નીચેના ભાગમાં સોજો આવવાથી દુઃખાવો થાય છે.

ઉપર અને નીચેથી ઊગતી નવી દાઢની વચ્ચે જમતાં-જમતાં ગાલની ચપટી આવવાથી પણ તકલીફ થાય છે. જેથી જમવામાં મુશ્કેલી પડે છે.

ડહાપણ દાઢની ઉપર રહેલાં પેઢાંમાં રસી થઇ જવાથી ઘણીવાર સોજો આવી જાય છે અને રસીના કારણે મોઢામાંથી દુર્ગંધ પણ આવે છે.

અમુક વખતે ડહાપણ દાહ ફસાયેલી ન હોવા છતાં આવી તકલીફો ઉભી થાય છે કારક કે છેલ્લે ઊગેલી સહાપણ દાઢની આજુ-બાજુ ફસાયેલા અનાજને આપણે વ્યવસ્થિત સાફ કરી શકતા નથી, જેથી પેઢાંમાં સોજો આવે છે અને ત્યાંથી લોહી નીકળવાની પણ તકલીફ થાય છે.

ડહાપણ દાઢથી થતી તકલીફોનો ઈલાજ

કોઈપણ જાતની તકલીફ થાય એટલે તરફ જ દાંતનાં ડોક્ટરને બતાવવું જરૂરી બને છે.

ડહાપણ દાઢનો એક્સ-રે લેવાથી તેની સ્થિતિનો ખ્યાલ આવે છે.

જો ડહાપણ દાઢ સીધી હોય અને બહાર આવી શકે તેમ હોય તો થોડી તકેદારી રાખી, ડોકટરે આપેલી સૂચનાઓનો અમલ કરવાથી મોટાં ભાગની તકલીફો નિવારી શકાય છે. પરંતુ ઘણીવાર દાઢની ઉપર રહેલાં પેઢાંનાં ભાગ ને કાપી અને દાઢને ઉગવા માટે જગ્યા કરાવી પડે છે.

ફસાયેલી ડહાપણ દાઢના પ્રકારો

ડહાપણની દાઢ જો ફસાયેલી હોય તો તેને કઢાવી લેવામાં જ ડહાપણ છે.

આવી દાઢને તેની સ્થિતિ મુજબ , પેઢા ઉપર કપો મૂકીને કાઢવી પડે છે. ઘણી વખત હાડકાંનો થોડો ભાગ પણ ઘસીને દાઢ ને કાઢવી પડે છે, અને એ કાપો મુકેલ ભાગને તાન્કા લેવામાં આવે છે.

ડહાપણદાહ આખી બાહર અઆવી ગયાં છતાં ઘણી વખત તકલીફ કરે છે કારણ કે સામાન્ય રીતે બ્રશ કરવાથી તેની પાછળનો ભાગ સાફ થતો નથી. આથીદાઢ અને પેઢા  વચ્ચે ફસાયેલ અનાજ અથવા ખોરાક લાંબો સમય ત્યાં રહેવાથી એ જગ્યાએ રસી થઇ જાય છે. અથવા તો પેઢા લાલ થઇ જવાથી દુઃખાવો થાય છે. આના માટે દાંતના ડોક્ટર પાસે જઈ યોગ્ય માર્ગદર્શન લેવું જરૂરી છે.

ડૉ. શિતલ ગઢિયા, મોરબી

Total Page Visits: 163 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!