ડાયાબિટીસમાં દેશી દવા ઉપકારક નીવડી શકે – ડૉ. તૃપ્તિ ઠક્કર

Spread the love

ડાયાબિટીસમાં દેશી દવા ઉપકારક નીવડી શકે

ડાયાબિટીસ માટે આયુર્વેદમાં અનેક ઔષધો છે. તેમાં ખાસ કરીને માત્રેજવા, ધનવટી, મધુમેહારી, ચૂર્ણ, શિલાજીતયુક્ત, ચંદ્રપ્રભાવટી, વસંતકુસુમાકર રસ અને વિજયસાર ધનવટી મુખ્ય છે. ઉપરાંત તબીબની સલાહ અનુસાર, રોજ ત્રણથી ચાર કિલોમીટર ચાલવું પણ જરૂરી છે. આ બધી આહાર અને વ્યાયામ સંબંધી સૂચનાં આપી મેં નીલકંઠભાઈને મધુમેહારી યોગ, તૈયારી કરી આપ્યો. સાથે મહાસુદર્શન ધનવટી અને મામેજવા ધનવટી પણ ચાલુ કરી અને પંદર દિવસ પછી મળવા બોલાવ્યા.

પેટા- ડાયાબિટીસનાં દર્દીએ કેવળ ભાત, બટાટાં કે ખાંડ જ નહીં, પરંતુ ઠંડા, ચીકણા, ભારે અને તમામ પ્રકારનાં ગળ્યા પદાર્થો છોડવા જ રહ્યા. જેમાં ખાંડ, ગોળ, ગ્લુકોઝ, સીરપ, મીઠાઈ, કેક, કેન્ડી, સૂકો મેવો, તળેલા પદાર્થો, તેલિબિયાં, જામ, જેલી, આઇસક્રીમ, ઠંડા પીણા અને બેકરીની વાનગીઓ બિલુકલ બંધ કરી દેવા જોઈએ. થોડા પ્રમાણમાં લઈ શકાય તેવા ખોરાકમાં જોઈએ તો ચરબીવાળો ખોરાક, માંસ, ફળફળાદિ અને નિયમિત સાદો ખોરાક લઈ શકાય. પૂરતા પ્રમાણમાં ખાઈ શકાય તેવા ખોરાકમાં આયુર્વેદ જવને સૌથી પહેલું સ્થાન આપે છે

અમારા ખાસ અંગત મિત્ર નીલકંઠભાઈને મેડીક્લેઈમ લેવા માટે કરાવેલા જરૂરી બ્લડ રિપોર્ટ્સમાં જ્યારે જમ્યા પછીનું બ્લડસુગર ૧૮૬ આવ્યંુ ત્યારે તેમને આઘાતનો આંચકો લાગ્યો. ખૂબ જ હેલ્થ કોન્સિયસ એવા નીલકંઠભાઈ અંગ્રેજી દવા ન લે. તેથી તેઓ રિપોર્ટ લઈને સીધા મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, આને પણ તમે જ જડમૂળથી મટાડો. મેં

તેમને ફિઝિશિયન પાસે જઈ કમ્પલીટ ચેકઅપ કરાવવા અને ફિ‌િ‌ઝશિયન જે સલાહ આપે તે પ્રમાણે દવા લેવા કહ્યું, પણ તેઓ માને જ નહીં. મેં કહ્યું કે તમે માનો છો તે પ્રમાણે મારી દવાથી ડાયાબિટીસ જડમૂળથી નહીં મટે. દવા તો તમારે લેવાની જ છે, આ, કે પેલી! તો કહે, ‘ભલે, હું આજીવન દવા લઈશ પણ દવા તો દેશી જ લઈશ. મેં ફરી શરત મૂકી’, એક મહિનો દવા-પરેજી કરીએ અને ફરીવાર બ્લડ રિપોર્ટર કરાવીએ. જો સુગર નોર્મલ આવે તો આપણી દવા ચાલુ રાખીશંુ. નહીંતર તમારે અંગ્રેજી દવા લઈને પણ સુગર કંટ્રોલમાં તો લાવવું જ પડશે. એ માટે તેઓ કબૂલ થયા એટલે મેં તેમને આયુર્વેદિક પદ્ધતિથી તપાસવા શરૂ કર્યાં.

આયુર્વેદમાં વીસ પ્રકારનાં પ્રમેહ કહ્યા છે. એમાં ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહને વાયુથી થતો પ્રમેહ માન્યો છે. ‘પ્ર’ અર્થાત્ પુષ્કળ અને ‘મેહ’ એટલે મૂત્ર. એટલે કે પુષ્કળ પ્રમાણમાં મલિન મૂત્રનો જે ત્યાગ કરે છે તેને પ્રમેહનો રોગી કહેવાય છે. આયુર્વેદમાં પણ પ્રમેહને ‘યાપ્ય’ રોગ ગણ્યો છે. ‘યાપ્ય’ એટલે કે દવાથી કાબુમાં રાખી શકાય તેવો, પરંતુ તેને જડમૂળથી મટાડી ન શકાય. તેથી, આયુર્વેદિક સારવારથી એક વખત કાબુમાં આવી ગયેલો ડાયાબિટીસ મટી ગયો છે તેમ માનીને દવા-પરેજી છોડી દેનારો રોગી સરવાળે મોટી મુસીબતમાં મૂકાય છે. દવા આયુર્વેદિક કરો કે એલોપેથિક, બ્લડસુગર કંટ્રોલમાં તો આ‍વવું જ જોઈએ. ધીમે-ધીમે સારું થશે એમ માનીને રોગ વધતો હોય તો પણ દવા લીધા કરવાનો કોઈ અર્થ નથી. ખાસ કરીને ડાયાબિટીસનાં દર્દીએ નિયમિત સમયાંતરે બ્લડ ટેસ્ટ કરાવતા રહીને પોતાના રોગ વિશે જાગૃત રહેવું જોઈએ.

ડાયાબિટીસ શા માટે થાય અને કેવી રીતે થાય તે અંગેનો આયુર્વેદનો અભિગમ જો આપણે જાણીએ અને તેનાં પર અમલ કરીએ તો ડાયાબિટીસનાં દર્દીઓની સંખ્યા અડધી થઈ જાય. આ કારણોમાં ખાસ કરીને બેઠાડું જીવન, વધુ પડતી અને ખાસ કરીને દિવસની ઊંઘ, દહીં વગેરે જેવી ડેરી પ્રોડક્ટ્સનો અતિરેક, નવું અનાજ, નવું પાણી, ગળપણયુક્ત વાનગીઓ અને કફ ઉત્પન્ન કરનાર તમામ પદાર્થો અને તમામ બાબતો પ્રમેહ થવા માટે જવાબદાર છે. પ્રમેહ થયેલી વ્યક્તિનાં શરીરનાં દસ તત્ત્વો બગડેલાં હોય છે.

(૧) મેદ (૨) રક્ત (૩) શુક્ર (૪) જલીયાંશ (૫) વસા (૬) લસિકા (૭) મજ્‍જા (૮) રસ (૯) ઓજ અને (૧૦) માંસ

સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે શરીરની સુગર પચાવવાની ક્ષમતા ઓછી થાય કે શરીરનાં કોષો, તેને બળપણ તરીકે ન સ્વીકારી શકે ત્યારે આ નહીં વપરાયેલી સુગર બ્લડમાં વધારાની રહે છે. તેથી જ બ્લડ ટેસ્ટમાં બ્લડસુગર વધારે આવે છે. એના માટે પેન્ક્રિયાઝનાં લેન્ગર હેન્સનાં કોષો દ્વારા ઉત્પન્ન કરાતાં ઇન્સ્યુલિનનાં સ્રાવને જવાબદાર માનવામાં આવે છે, પરંતુ આ વાત એટલી સીધીને સરળ નથી. તેમાં પે‌ન્ક્રિયાઝ ઉપરાંત લીવર અને બીજી ગ્રંથિઓનાં સ્રાવનું પણ મહત્ત્વનું યોગદાન હોય છે. એટલે તો હજુ ડાયાબિટીસ થવાનું ચોક્કસ કારણ પકડી શકાતું નથી. જોકે, એટલું તો ચોક્કસ છે કે ડાયાબિટીસ એ માત્ર પેન્ક્રિયાઝનો રોગ નથી અને બ્લડસુગરને કાબુમાં રાખવું તે એક જ કામ નથી. સંપૂર્ણ શરીરનું સ્વાસ્થ્ય જળવાય તો જ આ રોગ સારી રીતે કાબૂમાં રાખી શકાય. તેથી જ અહીં આયુર્વેદની ત્રિદોષ થિયરીનું મહત્ત્વ વધી જાય છે અને આયુર્વેદ આ રોગને કાબૂમાં રાખવા માટે જે ઉપાયો યોજે છે. તે એકાંગી નથી સર્વાંગી છે.

જ્યારે તમે ડાયાબિટીસ માટે દેશી દવાનો આગ્રહ રાખો છો, ત્યારે આયુર્વેદ સૂચિત પરેજી પાળવાની પણ તૈયારી રાખવી પડે. આયુર્વેદનાં મતાનુસાર દિવસની ઊંઘ અને રાતના ઉજાગરા, સવારે મોડા ઊઠવું, પરિશ્રમ બિલકુલ ન કરવો અને ખોરાકમાં ઘી-તેલ અને દૂધની બનાવટો તેમજ કફ કરનારા ખોરાક ચાલુ રાખવાથી ડાયાબિટીસ વધે છે. તેથી ડાયાબિટીસનાં દર્દીએ કેવળ ભાત, બટાટાં કે ખાંડ જ નહીં, પરંતુ ઠંડા, ચીકણા, ભારે અને તમામ પ્રકારનાં ગળ્યા પદાર્થો છોડવા જ રહ્યા. જેમાં ખાંડ, ગોળ, ગ્લુકોઝ, સીરપ, મીઠાઈ, કેક, કેન્ડી, સૂકો મેવો, તળેલા પદાર્થો, તેલિબિયાં, જામ, જેલી, આઇસક્રીમ, ઠંડા પીણા અને બેકરીની વાનગીઓ બિલુકલ બંધ કરી દેવા જોઈએ. થોડા પ્રમાણમાં લઈ શકાય તેવા ખોરાકમાં જોઈએ તો ચરબીવાળો ખોરાક, માંસ, ફળફળાદિ અને નિયમિત સાદો ખોરાક લઈ શકાય. પૂરતા પ્રમાણમાં ખાઈ શકાય તેવા ખોરાકમાં આયુર્વેદ જવને સૌથી પહેલું સ્થાન આપે છે.

જવની ભાખરી, રોટલી અને સાથવો ડાયાબિટીસનાં દર્દીઓ છૂટથી ખાઈ શકે છે. તે ઉપરાંત લીલા શાકભાજી, આમળા, હળદર, કાંદા, લસણ, લીંબુ, મરચા, મોળી-પાતળી છાશ લઈ શકાય. એમાં પણ આમળા, હળદર, મેથી, કારેલા અને જાંબુ તો ઔષધની ગરજ સારે તેવા ખોરાક છે.

ડાયાબિટીસ માટે આયુર્વેદમાં અનેક ઔષધો છે. તેમાં ખાસ કરીને માત્રેજવા, ધનવટી, મધુમેહારી, ચૂર્ણ, શિલાજીતયુક્ત, ચંદ્રપ્રભાવટી, વસંતકુસુમાકર રસ અને વિજયસાર ધનવટી મુખ્ય છે. ઉપરાંત તબીબની સલાહ અનુસાર, રોજ ત્રણથી ચાર કિલોમીટર ચાલવું પણ જરૂરી છે. આ બધી આહાર અને વ્યાયામ સંબંધી સૂચનાં આપી મેં નીલકંઠભાઈને મધુમેહારી યોગ, તૈયારી કરી આપ્યો. સાથે મહાસુદર્શન ધનવટી અને મામેજવા ધનવટી પણ ચાલુ કરી અને પંદર દિવસ પછી મળવા બોલાવ્યા. પંદર દિવસમાં તેમની તંદુરસ્તીનું સ્તર ઘણું ઊંચું આવ્યું હતું. મેં બીજા પંદર દિવસ એની એ દવા ચાલુ રાખવાનું કહી. ત્યારબાદ બ્લડ રિપોર્ટ કરાવીને મળવા જણાવ્યું. અપેક્ષા મુજબ જ તેમનું બ્લડ સુગર નોર્મલ આવ્યું. દવા તો ચાલુ જ રાખવાની હોવાથી હવે તે દર મહિને રિપોર્ટ કઢાવીને આવે છે અને એક મહિનાની દવા લઈ જાય છે.આ મહારોગથી બચવા માટેનો એકમાત્ર ઉપાય આયુર્વેદ દ્વારા કહેવાયેલી સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી જ છે તે ફરી એકવાર પૂરવાર થયું.

Total Page Visits: 687 - Today Page Visits: 1

2 thoughts on “ડાયાબિટીસમાં દેશી દવા ઉપકારક નીવડી શકે – ડૉ. તૃપ્તિ ઠક્કર

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!