પક્ષી : ભરત સોહાગીયા

Spread the love

પક્ષી : કાળો જળમાંજર

કદ : – સ્થાયી તેતર સાઈઝ – નર ૨૮ સે.મી. અને માદા ૩૧ સે.મી.
દેખાવ : – માથું, ગરદન અને છાતી ચળકતા કાળા, પીઠ અને પાંખો લીલાશપડતી ઝગમગતી કાંસાવર્ણી, આંખની પાછળથી ઓડ સુધી સફેદ પટ્ટી ખાસ ઓળખ
વસવાટ : – તરતી વનસ્પતિસભર જળાશયો અને તળાવોમાં
ખોરાક : – પાણીની વનસ્પતિના બિયાં, મૂળિયાં, પાણીના જીવ, ગોકળગાય વગેરે.
અવાજ : – ટૂંકો, કર્કશ અવાજ
પ્રજનનકાળ : – જૂન થી સપ્ટેમ્બર – વર્ષાઋતુનો સમયગાળો
માળો : – પાણીની તરતી વનસ્પતિના પાંદડા ઉપર તોડા ડાળખાંઓના ગૂંચળા પાથરી માળો બનાવે છે.કેટલીકવાર જળકાંઠાના ઘાસમાં અને શિંગોડાના પાણીમાં તરતાં અડધા ડૂબેલા છોડના પાંદડા ઉપર ઇંડા મૂકે છે.
ઇંડા : – ૪, દેખાવમાં સુંદર , ચળકતા , કાંસાવર્ણી , કથ્થાઈ અને ઉપર કાળા રંગની અનિયમિત આકારનું ચિતરામણ હોય છે.પ્રેમઘેલી માદા એક કરતા વધુ ભરથારોના સંગમાં રહે છે.


નોંધ : – તળાવડી,સરોવરો અને જ્યાં પાણીની સપાટી ઉપર કમળ અને શિંગોડા જેવી વનસ્પતિ છવાયેલી હોય ત્યાં રહેવાનું વધુ પસંદ કરે છે. જો ખલેલ ન પહોંચાડવામાં આવે તો પાલતુ પક્ષીની જેમ નિર્ભય બનીને રહે છે. લાંબા અને છુટા આંગળા હોવાથી પાણીની ઉપરની વનસ્પતિના પાંદડા અને ડાળીઓના ગૂંચળા ઉપર સહેલાઈથી ચાલતું હોય છે.

પક્ષી : મોટો પતરંગો

કદ : – સ્થાયી બુલબુલ સાઈઝ – આશરે ૩૧ સે.મી.
દેખાવ : – ગળા ઉપર આછો લાલાશ પડતો તપખીરિયો રંગ , ચાંચના મૂળથી આંખમાં થઈને કાન સુધી કાળી પટ્ટી , ગાલ ઉપર ખાસ નજર પડતો સફેદ અને વાદળી પડતો લીલો પટ્ટો
વસવાટ : – તળાવો અને જળાશયો પાસે તથા દરિયાકિનારાના રેતાળ પટમાં
ખોરાક : – વાણિયો , મધમાખી અને ભમરા
અવાજ : – સંગીતમય
પ્રજનનકાળ : – એપ્રિલ થી ઓગસ્ટ
માળો : -જમીન ખોદી દર બનાવી તેની અંદર ઇંડા મૂકે છે. માળા સમૂહમાં હોય છે.
ઇંડા : – ૪ થી ૫ સફેદ , નર અને માદા બન્ને ઇંડાનું સેવન કરે છે.

પક્ષી : – ધૂળીયો તેતર


કદ : – સ્થાયી દેશી મરઘી સાઈઝ – આશરે ૩૩ સે.મી.
દેખાવ : – બુઠ્ઠી પૂંછડીવાળું રાખોડી પડતું કથ્થઈ રંગનું પક્ષી , લાલાશ પડતા કથ્થાઈ ધાબાવાળું અને કાલી વાંકીચૂકી રેખાઓની ભાત ધરાવે છે. લાલાશ પડતા તપખીરિયા રંગની પૂંછડી. ગળું રેતિયા કેસરી રંગનું
વસવાટ : – થોરિયાવાળા વગડા , સૂકા – પાંખા જંગલ અને ખેતરાઉ જમીન પર
ખોરાક : – અનાજના દાણ , બીયા, જીવડાં, ઉધઈ, ઈયળ વગેરે.
અવાજ : – નરનો અવાજ ઊંચા પડઘા પાડતો સંગીતમય અને માળાનો પ્રમાણમાં ધીમો અને શાંત
પ્રજનનકાળ : – વર્ષભર ચાલે છે. સ્થળ અને સમય પ્રમાણે થોડો ઘણો ફેરફાર જોવા મળે છે.
માળો : – વગડામાં ઝાંખરાંની વચ્ચે , ઘાસિયા પ્રદેશમાં કે ખેતરમાં વાવેતર વચ્ચે કુમળા નાના ઘાસવાળી જગ્યામાં માળો બાંધે છે.
ઇંડા : – ૪ થી ૮ મલાઈ જેવા રંગના કે દુધવાળી કોફી જેવા રંગના
નોંધ : – એકદમ શરમાળ પક્ષી જમીન ઉપર જોવા મળે છે, ખલેલ પડતા જ પાંખોના મોટા ફફડાટવાળા અવાજ સાથે ઉડે છે.


કદ : – સ્થાયી ચકલી સાઈઝ – આશરે ૧૭ સે.મી.
દેખાવ : – લીલા રંગની છાતી અને કપાળ ઘેરા લાલા રંગનું , ગળું પીળા રંગનું , પેટાળના પીળા રંગમાં લીલી તૂટક રેખાઓની ભાત
વસવાટ : – સૂકા અને ભેજસભર પાનખર અને વનવગડામાં


ખોરાક : – બોર , ફળ , વડ – પીપળાના ટેટા અને હવામાં ઊડતાં જીવડાને ચાંચમાં ઝીલીને આહાર કરે છે.
અવાજ : – મીઠો મધુર સૌનો જાણીતો હવામાં ગુંજતો ટૂંક – ટૂંક અવાજ કરે છે.
પ્રજનનકાળ : – જાન્યુઆરી થી જૂન
માળો : – પાંડરવો કે સરગવો જેવા નરમ લાકડાવાળા વૃક્ષની સુકાયેલી ડાળીના ઠૂંઠાને કોતરીને માળો બનાવે છે. આદિ શાકઃ ઉપર બખોલ કોતરે છે ત્યારે મુખ કે પ્રવેશદ્વાર નીચેની બાજુ હોય છે.
ઇંડા : – ૩ ચળકાટ વિનાની સપાટીવાળા.નર અને માદા સાથે મળીને ઘરસંસાર ચલાવે છે.
નોંધ : – વનરાજીમાં રહેનારું પક્ષી છે. વનવગડામાં કે ગીચ શહેરોમાં આવેલા ફળવાળા વૃક્ષો ઉપર અને ખાસ કરીને ટેટા ધારણ કરતાં વડ – પીપળા , ઉંબર જેવા વૃક્ષોમાં રહેતા હોય છે.

પક્ષી : – રાજહંસ


કદ : – સ્થાયી અને યાયાવર બતક સાઈઝ – આશરે ૭૫ સે.મી.
દેખાવ : – રાખોડી , બદામી અને સફેદ રંગના હોય છે. માથું અને ડોકની બાજુ સફેદ હોય છે.ઓડ ઉપરના બે કાળા પટ્ટા ખાસ ઓળખ
વસવાટ : – મોટા જળાશયો અને નદીઓમાં
ખોરાક : – શિયાળુ પાક અને ખાસ કરીને ઘઉં અને ચણાના છોડની કુંપળોને આરોગે છે.
અવાજ : – સંગીતમય અને મનને પ્રસન્નતાથી ભરી દે તેવો , ટોળામાં ઊડતાં હોય ત્યારે બદલાતા કર્ણપ્રિય સુર
પ્રજનનકાળ : – એપ્રિલ થી જૂન નો સમય.
માળો : – પહાડોમાં ઊંચી સપાટીએ આવેલા પ્રદેશોમાં આવેલા સરોવરો અને જળાશયોને કિનારે કુમળા ઘાસમાં ખાડાવાળી જગ્યા શોધી પીંછા પાથરી માળો બનાવે છે.
ઇંડા : – ૩ થી ૪ , હાથીદાંત જેવા રંગના.
નોંધ : – શિયાળુ મહેમાન તરીકે આપણા દેશમાં આવે છે. ઓક્ટોબરમાં આગમન થાય છે અને એપ્રિલના અંતમાં વિદાય લે છે. પરોઢ અને સમી સાંજના આછા અજવાળામાં તથા રાત્રે પ્રર્વુત્તિમય હોય છે. મોટી નદીઓ વચ્ચેના નાના ટાપુઓ ઉપર સાથે બેસી આરામ કરે છે. હમેંશા સાવચેત અને સજાગ રહે છે. નર અને માદા દેખાવે સરખાં . . . .

પક્ષી : – ફૂલસૂંઘણી શક્કરખોરો


કદ : – સ્થાયી ચકલી સાઈઝ – આશરે ૧૨ સે.મી.
દેખાવ : – ઝગમગતો જાંબલી અને કથ્થાઈ રંગ , વાદળી રંગનું ચમકતું માથું , લાંબી અણીદાર થોડી વળેલી ચાંચ
વસવાટ : – પાંખા પાનખર , થોરિયા , બોરડી જેવા કાંટાળા વૃક્ષોના વનવગડામાં , વાવતેર વળી જગ્યાઓ અને બાગબગીચાઓમાં
ખોરાક : – જીવડાં , કરોળિયા , મોટા પ્રમાણમાં પુષ્પોનો રસ ચૂસે છે.
અવાજ : – તીણો એકસરખો અવાજ , પ્રજનનકાળમાં નર પક્ષી ખુલ્લી ડાળ પર બેસીને સંગીતમય અવાજ કાઢે છે.
પ્રજનનકાળ : – માર્ચ થી મેં – સ્થળે સ્થળે થોડો ઘણો ફેરફાર
માળો : – કુમળા ઘાસથી બનાવેલો લાંબો ડાળી ઉપર લટકતો માળો.
ઇંડા : – ૨ થી ૩ રાખોડી રંગના અને ઉપર આછા – ઘેરા કથ્થાઈ રંગના ધાબા હોય છે.
નોંધ : – પાતળી વળેલી ચાંચ અને ભૂંગળી જેવી જીભ પુષ્પોનો અમૃતરસ ચૂસવામાં સહાય કરે છે. એ રીતે પુષ્પોની પરાગરજ એક વૃક્ષ પર થી બીજા વૃક્ષ પર પહોંચાડી સંકરણમાં સહાય કરે છે.માદા માળો બાંધે છે અને નર ઇંડા સેવે છે. નર પક્ષી બચ્ચાને ખોરાક આપવામાં મદદ કરે છે.

પક્ષી : – વગડાઉ ધાનચીડી


કદ : – બુલબુલ સાઈઝ – આશરે ૨૦ સે.મી.
દેખાવ : – માદા ચકલી જેવો દેખાવ , આછા કથ્થાઈ રંગનું લાંબી પૂંછડીવાળું , આછા રેતિયા રંગની નેણપટ્ટી
વસવાટ : – ઘાસસભર ઢોળાવો અને મેદાનો , વનવગડા , પડતર જમીન અને રેતીના ઢુંવા.
ખોરાક : – કીટકો અને ઘાસપાનના બિયાં.
અવાજ : – સંગીતમય , મીઠો મધુર , કર્ણપ્રિય
પ્રજનનકાળ : – મેં માસથી જુલાઈ દરમ્યાન
માળો : – શેવાળ , વાળ , ઘાસ વગેરેમાંથી બનાવેલો કટોરા આકારનો માળો ઘાસમાં કે પથ્થરમાં નીચે મુકેલો હોય છે.
ઇંડા : – ૪ ઘેરાં કથ્થાઈ રંગના અને ઉપર ઘેરા ટપકા હોય છે.
નોંધ : – આફ્રિકા,સાઇબિરિયા,પોર્ટુગલ અને મોંગોલિયાથી શિયાળું મહેમાન તરીકે આપણા દેશમાં આવે છે. અને છેક છેલ્લે વિદાય લે છે.
એકલા કે સજોડે જમીન ઉપર ચણ ચણે છે. ખુલ્લા ખડક , નાના મોટા પથ્થર અને વૃક્ષ પર બેઠેલું જોવા મળે છે.

લેખક Bharat Sohagiya 98245 38246

Total Page Visits: 1157 - Today Page Visits: 2

4 thoughts on “પક્ષી : ભરત સોહાગીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!