પ્રાર્થના – મૂળ લેખક : ડો. લેરી ડોઝી

Spread the love

પ્રાર્થના

 પ્રાર્થના ચાંદરણા હર્ષદ

પ્રાર્થના ના બળ અને પ્રાર્થનાના સત્ય વિષે રીડર્સ ડાયજેસ્ટ, માર્ચ-1998માં અંકમાં ડો. લેરી ડોઝીનો એક લેખ ‘Does Prayer Heal?’ આવેલો જેને મને ખૂબ જ પ્રભાવિત કરેલો. આ લેખથી સમજાયું કે શ્રદ્ધા સૌથી મોટી ચીજ છે. આમ ઉપરોક્ત પંક્તિઓ લખાણી. શ્રદ્ધા વિશે લન માતરીની પણ એક સુંદર શે’ર છે કે,

પાર્થના

આ પ્રાર્થના ના બળ અને પ્રાર્થનાના સત્ય વિશે રીડર્સ ડાયજેસ્ટમાં જે ડો. લેરી ડોઝીનો લેખ આવેલ છે તેનો અનુવાદ આપની સમક્ષ મૂકું છું અને હવે હું વચ્ચેથી ખસી જાઉં છું અને જે કૈ વાત થાય છે તે ડો. લેરી ડોઝી કરે છે. વચ્ચે વચ્ચે કાવ્યપંક્તિઓ આવશે તે મારી પસંદગીની છે તેમ જ આ લેખના અર્થને વિશેષ ખોલનારી છે.

શ્રદ્ધાળુઓને પહેલેથી જ જેનું જ્ઞાન હતું તે હવે વૈજ્ઞાનિકો શોધી કાઢે છે.

પાર્કલેંડ હોસ્પિટલ, ટેક્સાસમાં પ્રશિક્ષણ દરમિયાન, બંને ફેફસાંમાં કેન્સરથી પીડાતા દર્દીને મારે મળવાનું થયું. મેં જે ચિકિત્સા થઇ શકે તે વિશે સલાહ આપી અને કહ્યું કે તેનાથી ખાસ ફરક પડે તેવી સ્થિતિ નથી અને તેણે પણ સમજીને કોઈ સારવાર ન લેવા સ્વીકાર્યું.

આમ છતાં હું જ્યારે પણ હોસ્પિટલમાં તેની પથારી પાસે થોભ્યો હોઉં ત્યારે મેં તેને તેના મિત્રોથી ઘેરાયેલો, ગણગણતો અને પ્રાર્થનામાં મગ્ન જોયો છે. સારું છે, મે વિચાર્યું. કારણ કે ટૂંકા ગાળામાં આ લોકો તેની શોકસભામાં ગાતાં અને પ્રાર્થના કરતાં હશે.

એક વર્ષ પછી, જ્યારે હું બીજી જગાએ કામ કરતો હતોઈ ત્યારે એક સહકાર્યકર્તાએ ફોન કરી મને પૂછ્યું કે તમે તમારા જૂના દર્દીને મળવા ઇચ્છશો? હું માની જ ના શક્યો કે તે હજુ જીવે છે. મેં તેના એક્સ-રે તપસ્યા અને સ્તબ્ધ થઈ ગયો. આ માણસનાં ફેફસાઓ ચોખ્ખા હતાં, કેન્સરની એક પણ નિશાની નહીં

“તેના ઉપચાર અદભૂત છે” મારા ખભા ઉપરથી એક્સ-રે જોઈ રહેલા રેડિયોલોજિસ્ટે કહ્યું. ઉપચાર ? મેં વિચાર્યું, કોઈ જ કરવામાં આવ્યો નથી. સિવાય કે તમે તેમાં ગણાતા હો, તો પ્રાર્થના

મારી મેડિકલ કૉલેજના બે પ્રોફેસરોને મેં શું બન્યું હતું તેની વાત કરી. આ માણસનું સાજા થઈ જવું ચમત્કારિક હતું તે વાત બંનેમાથી કોઈ સ્વીકારવા તૈયાર ન હતું. ‘તે રોગ કુદરતી જ મટી ગયો હશે.” એકે કહ્યું, બીજાએ ખભા ઉલાળ્યા અને કહ્યું, “આમ જ થયું હશે.”

મારા બાળપણની શ્રદ્ધા તો હું ઘણા વખત પહેલા જ ગુમાવી બેઠો હતો. હવે હું માત્ર આધુનિક દવાની શક્તિમાં જ માનતો હતો. મને પ્રાર્થના એક હવાઈ, નકામી ચીજ લાગે છે. તેથી હું આ પ્રસંગ ભૂલી પણ ગયો.

વર્ષો વિત્યા અને હું શહેરની મોટી હોસ્પિટલનો વડો ડોક્ટર બન્યો. હું જાણતો હતો કે મારા ઘણાં દર્દીઓ પ્રાર્થના કરે છે પરંતુ મને તેમાં ઓછી શ્રદ્ધા હતી. પછી 1980નાં અંત ભાગમાં એવા અભ્યાસો અંગે જાણકારી મળી, જેમાંના કેટલાક અભ્યાસ ચુસ્ત વૈજ્ઞાનિક પરીક્ષણની ઢબે યોજાયેલા હતા. જેનું તારણ હતું કે પ્રાર્થના વિવિધ શારીરિક સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર લાવે છે.

સૌથી વધુ પ્રતીતિજનક અભ્યાસ ડો. રેંડોલ્ફ બર્ડ દ્વારા 1988માં થયો. એક જૂથમાં જેના માટે પ્રાર્થના થતી હતી તે દર્દીઓ અને બીજા જૂથમાં જેમને પ્રાર્થનામાં યાદ નહોતા કરતાં તેવા દર્દીઓ હતાં. આમ કુલ મળીને સાન્ફ્રાન્સિસ્કો જનરલ હોસ્પિટલ કોરોનરી કેર યુનિટના 393 દર્દીઓની વિગતો મેળવાઈ. ક્યાં દર્દીઓ ક્યાં જૂથમાં છે તે કોઈ જાણતું ન હતું. પ્રાર્થના કરનાર સમૂહને માત્ર દર્દીઓના પ્રથમ નામ જ, તેમની આરોગ્ય સંબંધી સમસ્યાઓની સંક્ષિપ્ત વિગતો સાથે આપવામાં આવેલા હતાં. તેઓને વિનંતી કરવામાં આવેલી કે તેઓ ત્યાં સુધી રોજ આ દર્દી માટે પ્રાર્થના કરે કે જ્યાં સુધી તેણે હોસ્પિટલમાંથી રજા ન અપાય. દસ મહિના પછી જ્યારે અભ્યાસ પૂરો થયો ત્યારે જણાયું કે જે દર્દી માટે પ્રાર્થના થઈ હતી તેઓને ઘણી બધી રીતે ફાયદો થયો હતો. જેમ કે ..

1 ન યાદ કરાયેલા દર્દીઓ કરતાં તેમને માત્ર પાંચમા ભાગે એન્ટ્રી બાયોટિક્સની જરૂરિયાત હતી.

2 દબાણથી હ્રદય બંધ પાડવાના બનાવમાં તેમની 21 ગણી ઓછી શક્યતા હતી.

3 તેમને હ્રદયરોગના હુમલાની શક્યતા પણ ઘટી હતી.

આ આરોગ્યવર્ધક રીત, પ્રાર્થનાને બદલે કોઈ નવી દવા કે શસ્ત્રક્રિયા નવી પદ્ધતિ હોત તો જરૂર એક નવી શોધ તરીકે સ્વીકારાઇ અને વખણાઈ હોત. ડો. વિલિયમ નોલેન જેવી કટ્ટર શંકાશીલ વ્યક્તિએ જેણે શ્રદ્ધા દ્વારા સાજા થવાની વાતના મૂલ્ય વિશે જ પ્રશ્નો ઉઠાવતું પુસ્તક લખ્યું છે તેમણે પણ સ્વીકાર્યું કે જો “આ પાકો અભ્યાસ હોય તો, આપણે ડોક્ટરોએ આપણા પ્રિસ્ક્રિપ્શનમાં લખવું જોઇએ કે “દિવસમાં ત્રણ વાર પ્રાર્થના કરો. “એ કામ કરે તો કરે.”

ડોકટરીના વ્યવસાયમાં પડેલા સહિત, વૈજ્ઞાનિકોએ અને મેં જાતે પણ પ્રાર્થના વિશે સંશોધન કર્યું છે અને તે આરોગ્યને શી અસર કરે છે તે લખ્યું છે. આવા અભ્યાસનાં પ્રાર્થનાની ફાયદાકારક અસર છે. મેં કાઢેલા થોડાં તારણો અહીં પ્રસ્તુત છે.

પાર્થના ઘણા પ્રકારે પ્રગટે છે.

અભ્યાસોમાં મેં જોયું છે કે નિશ્ચિત અપેક્ષાથી પ્રાર્થના થાય છે ત્યારે જ માત્ર પરિણામ મળે છે તેવું નથી નથી, પણ માંગ્યા વગરની પ્રાર્થના પણ ફળદાયી છે. અમુક અભ્યાસમાં, ખરેખર તો જણાયું છે કે માત્ર સાદી “દોરે તારે હાથ’ – વાળી વાત, મનમાંની નિશ્ચિત પરિણામની ધારણા કરતાં અનેક ગણી શક્તિશાળી હતી. ઘણા બધા પ્રયોગમાં ઉર્ધ્વગામી લાગણી, દિવ્યાની અનુભતિ, કાળજી અને સહાનુભૂતિ સાથે પ્રાર્થનામય થવાની સાદી વૃતિ જ સાજા થવાની ભૂમિકા બાંધી આપતી જણાઈ છે.

પ્રેમ પ્રાર્થના શક્તિ વધારે છે.

પ્રેમની શક્તિ મહાના છે. એ પરંપરા, સામાન્ય સમજણ અને રોજબરોજના અનુભવની વાત છે. પ્રેમ શરીરન ઉપર-તળે કરે છે, પ્રેમીઓની ધડકન વધારી દે છે કે રાતચોળ કરી મૂકે છે. સારવારમાં પ્રેમ ભરી કાળજીનાં પરિણામોની સરખી નોંધ લેવાઈ છે અને ઇતિહાસ તેનો સાક્ષી છે. હકીકતમાં એક અમેરિકન મેડિકલ જર્નલ દ્વારા 10,000 દ્રદયરોગનાં દર્દીઓનો સર્વે કરવામાં આવ્યો તે જેમની પત્નીઓ પ્રેમભર્યા વ્યવહારથી તેમના પતિદેવોને મદદરૂપ બનતી હતી તેમાં એંજાયમાની ફ્રિક્વન્સીમાં 50 % નો ઘટાડો નોંધાયો છે.

જેઓ શ્રદ્ધા અને પ્રાર્થનામાં માને છે તે તમામ સાજા થનારાઓ એકમત છે કે સખત માંદગીમાં પણ પ્રેમની શક્તિ તેમને સજા થવા તરફ કઈ જવાનું શક્ય બનાવે છે. જે વ્યક્તિ માટે પ્રાર્થના થતી હોય છે તે અને પ્રાર્થના કરનાર, બંનેની અગ્નેસ સાનફોર્ડનાં શબ્દોમાં ‘સાજા થવાની આગ માત્ર પ્રેમ જ પ્રગટાવી શકે છે.’

પ્રાર્થના અવિરામ છે.

હું જ્યારે બાળક હતો ત્યારે મેં સાંભળેલી સૌથી આશ્ચર્યજનક સલાહ એ મળતી કે ‘સતત પ્રાર્થના’ કરતાં રહો. હું એટલે સમજણો તો હતો જ કે ‘સતત’ નો અર્થ અટકયા વગર તેવો થાય છે. શક્ય તેટલો પ્રયત્ન કરવા છતાં, હું અટક્યાં વગરની પ્રાર્થના શક્તિમાન બનતો ન હતો. રાત્રે પથારીમાં પડ્યો હોઉં ને ઊંઘની ગોદમાં જતો રહું. મને એ વિચાર જ નહોતો આવ્યો કે ‘સુષુપ્ત અવસ્થામાં’ પણ પ્રાર્થના શકય છે.

આજે આપણે પ્રાર્થનાને લગભગ એકધારી જાગૃતઅવસ્થામાં અને તર્કસંગતતાના સ્તરે લાવી દીધી છે. અર્ધજાગૃતાવસ્થાના ઊંડાણમાં કે સ્વપ્નાવસ્થામાં ઊભરતી પ્રાર્થના કદાચ વાહિયાત લાગે છે. પરંતુ શક્યતા તો એવી છે કે આપનું જાગ્રત મન ન કરી શકે તેવી ઉત્તમ પ્રાર્થના કરવાનું આપણું સુષુપ્ત મન વધુ જાણે છે.

પ્રાર્થના નિષ્કામ છે.

મોટા ભાગના પ્રાર્થના કરનારાઓનો વિશ્વાસ છે કે નિશ્ચિત ધ્યેયને રીતિથી હેતુપૂર્વક તે યોજી શકાય છે. પરંતુ સશોધનથી જણાયું છે કે નિષ્કામ નિષ્ઠા પણ કામ કરે છે. ‘દોરે તારે હાથ’ અથવા તો ‘સૌ સારાં વાનાં થશે.’ એવી પ્રતીતિ સાથેની શ્રદ્ધા, ભલે તે નિશ્ચિત દિશાના પરિણામને ન તાકતી હોય કે કોઈ ગૂંચવણ ભર્યા સંદેશમાં ન અટવાતી હોય, પૂરી ફળદાયી છે. ઘણાં લોકો ‘જવા દો, ભગવાન સૌનું ભલું કરે’ તેમ કહે ત્યારે આ અર્થમાં જ કહેતા હોય છે. ઘણાને તેમની પ્રાર્થનાઓમા, જો કે ફળદાયી પરંતુ નિરંકુશ અને અમાપ શક્તિઓનો અનુભવ થયો છે.

પ્રાર્થનાનો અર્થ છે : તમે એકલા નથી

મારો એક દર્દીમરણપથારીએ હતો. તેનાં મૃત્યુના આગલા દિવસે, હું તેનાં પત્ની અનેબાળકો સાથે, તેની પથારી પાસે બેઠો હતો અને તેને દબાતા સ્વરમાં, ઘોઘરા અવાજમાં વાત કરતાં કાળજીથી તેનાં શબ્દોની પસંદગી કરી. જો કે કોઈ જ ધર્મનો અનુયાયી ન હતો પરંતુ તેને જણાવ્યું કે તેને તાજેતરમાં પ્રાર્થના કરવાનું આરંભ્યુ છે.

‘તમે શા માટે પ્રાર્થના કરો છો” મેં તેને પુછ્યું.

‘ તે કોઈ હેતુ માટે નથી.’ તેને વિચારમુદ્રામાં જણાવ્યું.

‘બસ, પ્રાર્થના મને યાદ પાડે છે કે હું એકલો નથી.’

તો પ્રાર્થનાનું સત્ય આ જ છે અને કેવળ પ્રાર્થના જ સત્ય છે. અનંત અવકાશ અને સમયમાં આપનો હિસ્સો છે અને આપણી અસીમ કુદરતની તે આપણને પ્રતીતિ કરાવે છે અને બોલી ઉઠાય છે કે . મનુષ્ય એકલો નથી આ વિશ્વમાં અને આ સત્ય વૈશ્વિક છે.

Total Page Visits: 598 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!