મકરંદ દવે પુસ્તક ‘આભલાં’માં એક પ્રસંગ વર્ણવતા લખે છે કે..
ઉત્તર કાશીના સ્વામી તપોવનજીમાં બ્રહ્મદર્શન, ભક્તિભાવ અને લોકકલ્યાણની ભાવનાનો ત્રિવેણી-સંગમ થયો હતો. સામાન્ય રીતે બ્રહ્મજ્ઞ ભાવમય નથી હોતા, પણ સ્વામી તપોવન વેદાંતના ફૂટ પ્રશ્નો સહજપણે ઉકેલી આપતા એવી જ રીતે દેવપ્રતિમા સમક્ષ સાષ્ટાંગ પ્રણિપાત કરતા. તેમણે સંસ્કૃતમાં લખેલી આત્મકથા ‘ હિમગિરિદર્શન’ અને ‘ઈશ્વરદર્શન’નો ‘વૉન્ડરિંગ્સ ઇન ધ હિમાલયઝ’ અને ‘ઈશ્વરદર્શન’ નામે અંગ્રેજીમાં અનુવાદ થયો છે.
સ્વામીજીએ આત્મકથામાં લખ્યું છે કે તેમણે વેદાંતનું શિક્ષણ ભાવનગરમાં સ્વામી શાંત્યાનંદ પાસે લીધું હતું. તેમના સહાધ્યાયી હતા કાવ્યવિદ્યાવાચસ્પતિ દયાશંકર. આપણે આ બે મહાપુરુષો વિશે કેટલું જાણીએ છીએ?
સ્વામીજીએ કાશ્મીરમાં કૃષ્ણગંગાને કિનારે રુદ્રવન પાસે આવેલા શારદામંદિરમાં મા શારદાની ઉપાસના કરી હતી. ‘પંચદશી’નું અધ્યયન અને શારદાની પૂજા સમાન ભાવે ચાલતાં હતાં. આ એ જ સ્થળ છે જ્યાં શંકરાચાર્યે ‘સર્વજ્ઞપીઠ’ પર આરોહણ કર્યું હતું. શારદામંદિરના પવિત્ર અને પ્રશાંત વાતાવરણમાં વધુ સમય રોકાવાની સ્વામીજીની ઇચ્છા હતી પણ ત્યાંનો ગરીબ પૂજારી ભિક્ષા આપી જતો હતો અને એના પર ભાર ન વધે એ માટે સ્વામીજીએ બે-ત્રણ દિવસમાં જ નીકળી જવાનું નક્કી કર્યું હતું.
પૂજારીએ સ્વામીજીને ઘણા ભાવ ને આદરથી વધુ રોકાવાનો આગ્રહ કર્યો, પણ સ્વામીજીએ એટલંપ જ કહ્યું: ‘ભગવતીની ઇચ્છા હશે તો રોકાઈ જઈશ.’ ત્યાં બીજે દિવસે એક સંપન્ન પંજાબી ગૃહસ્થ આવ્યા ને સ્વામીજીની બધી વ્યવસ્થાનો ભાર ઉપાડી લીધો. સ્વામીજી પ્રસન્નતાથી શારદામંદિરમાં દોઢ મહિનો રોકાયા. બ્રહ્મજ્ઞાનને ભક્તિ સાથે આડવેર નથી. ભક્તિ તો બ્રહ્મજ્ઞાનને બાળકની જેમ પોષે છે. મહાવિદ્યા સ્વયં જ્ઞાનની જનની છે. સ્વામીજીએ પોતાના અનુભવ વર્ણવતાં કહ્યું છે કે મહામહેનતે સમજાતા વૈદિક મંત્રોનું અર્થઘટન અંબાજી તેમને સ્વપ્નમાં કહી જતાં હતાં. અંબાજીએ તેમને નીચેનો મંત્ર સ્વપ્નમાં કહ્યો હતો. એને સ્વપ્નદીક્ષા કહેવામાં આવે છે. મંત્ર છે :
અભવમભવમમ્બિકે
પાર્વતીમમ્બુજે
સાઇં મકરંદ દવેના સ્વરે એક રચના નીચેની લિંક પર સાંભળો
શ્રી મકરંદ દવે સાંઇ કવિએ કવિતાઓ, ફિલસૂફી અને આધ્યાત્મિક વિષયો પર સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે.[૧][૮]
તરણાં (૧૯૫૧), જયભેરી (૧૯૫૨), ગોરજ (૧૯૫૭), સૂરજમુખી (૧૯૬૧), સંજ્ઞા (૧૯૬૪), સંગતિ (૧૯૬૮) જેવા એમના કાવ્યસંગ્રહો છે. ઝબૂક વીજળી ઝબૂક (૧૯૫૫) બાળકાવ્યસંગ્રહ અને શેણી વિજાણંદ (૧૯૫૬) ગીતનાટિકા છે.
2 thoughts on “મકરંદ દવે – બ્રહ્મજ્ઞને શિરે શારદામ્બાની કૃપા”