માથાનો દુઃખાવો : કારણો – સમજણ અને સમાધાન
‘મારું માથું દુઃખે છે.’ આ વાક્ય આપણે અનેકવાર બોલ્યા છીએ, અને સેંકડોવાર સાંભળ્યું પણ છે. આ એક એવી બીમારી છે કે, જેનું કારણ શોધવું ઘણું મુશ્કેલ છે.નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના બધાને આની ફરિયાદ રહે છે. શું આ વાસ્તવિક છે?!

હકીકતે તો માથાના દુખાવાની પીડા પ્રાય: માનસિક હોય છે અને દુઃખાવા માટે વ્યક્તિ પોતે જવાબદાર હોય છે. આજના યુગમાં આપણને બધું ઝડપી જોઈએ છે. કોઈ પણ બાબતે ક્ષણમાત્ર પણ રાહ જોવામાં આજના યુગના સુશિક્ષિત આવા આપણે ધીરજ રાખી શકતા જ નથી. તેમજ ઇચ્છા મુજબ ન થતા તરત જ મૂડ બદલાઈ જાય છે.
તદુપરાંત આજના ટેકનોલોજી ના યુગમાં આપણે વસાવેલા મોબાઈલ આદિક સાધનોના એટલા બધા વ્યસની બની ગયાં છે કે,તેના વિના થોડીવાર જીવવું ઘણું મુશ્કેલ લાગે છે.આવી. કૃત્રિમ જીવનશૈલી આદતી એવા આપણે માથાના દુઃખાવાના શિકાર બની ગયાં છીએ.તેમાં પણ માથું દુઃખ્યું નથી કે દવા ખાધી નથી..! આમ ને આમ ખોટી દવાઓ શરીરમાં દવાઓના રૂપમાં બિનજરૂરી કેમિકલોને પ્રવેશ આપીએ છીએ. શું ખરેખર આપણે ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને કુદરતી જીવનશૈલી અપનાવી આ માથાના ખોટા દુખાવાથી રાહત મેળવવી નથી..?
માથાનો દુઃખાવો – કારણો
વાયુ કે પિત્ત પ્રકોપિત થવાથી.
તણાવભર્યા જીવનથી, શરીરમાં અપચો રહેવાથી તેમજ કબજિયાત થવાથી.
શરીરના મળ-મુત્ર વગેરેના કુદરતી વેગોને રોકવાથી.
અતિ જાગરણથી અને અતિ નિદ્રાથી.
દારૂના વ્યસનથી અને વધુ પડતાં નશીલા પદાર્થોનું સેવન કરવાથી.
વાતાવરણમાં ફેરફાર થવાથી,વધુ તડકા અને ઠંડીમાં રહેવાથી.
વધુ પડતાં ઉપવાસ કરવાથી.
બિનજરૂરી દવાઓના સેવનથી.
કોમ્પ્યુટર ઉપર લાંબો સમય કામ કરવાથી તથા આંખમાં દુરના નંબર આવવા છતાં ચશ્માં નહિ પહેરવાથી.
સાઈનસ | ક્લસ્ટર | ટેન્શન | આધાશીશી |
ગાલ,કપાળ અને કપાળની પાછળના ભાગમાં દુઃખાવો થાય. | એક આંખની આસપાસ દુઃખાવો થવો. | માથાની ફરતે દુઃખાવો થવો. | માથાની એક જ બાજુ દુઃખાવો થાય. |
માથાના દુઃખાવા માટેના ઉપચારો
૧. રોજ સૂર્યોદય પહેલા કોપરાની ગોટીનો ચોથો ભાગ અને ૧ ચમચી ખાંડ ખુબ જ ચાવીને જમવાથી વર્ષો જૂનો માથાનો દુઃખાવો મટે છે.
૨. લવિંગનું તેલ માથે કે કપાળ પર ઘસવું.
૩. અડધી ચમચી સુંઠનો પાવડર,૧ ચમચી ઘી અને થોડો ગોળ મિશ્ર કરી લેવાથી વાયુ પ્રકોપિત થવાથી દુઃખતું માથું માટે છે.
૪. કપાળે ચોખ્ખુ ઘી ઘસવાથી ગરમી કે પિત્તદોષથી થતો માથાનો દુઃખાવો મટે છે.
૫. આમળાનું ચૂર્ણ,સાકર અને ઘી સરખે ભાગે લઈને જમવું.
૬. ૧ કપ પાણીમાં, ૧ ચમચી સુંઠ અને હળદર નાખી, ઉકાળીને પીવું તથા તેનો નાસ લેવો.
૭. અડધી ચમચી લીંબુનો રસ,૧ ચમચી તુલસીનો રસ અને ૨ ચમચી મધ ભેગું કરીને પીવું.
૮. નાળીયેરનું પાણી પીવાથી ગરમીના કારણે થયેલ માથાનો દુઃખાવો મટે છે.
૯. ગરમ દીવેલના ૪ થી ૫ ટીપા રોજ નાકમાં નાખવાથી વાયુ–કફ દોષથી થયેલ માથાનો દુઃખાવો મટે છે.
૧૦. સૂંઠના પાવડરને પાણીમાં ગરમ કરી કપાળે પાતળો લેપ કરવાથી શરદી,કફ અને સાયનસના કારણે થયેલ માથાનો દુઃખાવો મટે છે.
૧૧. જીભ ઉપર ચપટી મીઠું મૂકી, ૧૦ મિનીટ પછી ૧ ગ્લાસ પાણી પીવાથી વાયુ કે કફજન્ય માથાનો દુઃખાવો મટે છે.