મૌન : જીવનનું ઉત્તમ સંભાષણ

મૌન
મૌન
Spread the love

મૌન એ એક પ્રકારનું તપ છે. मौनं सर्वार्थ साधनम् । આ પંકિતમાં મૌનનો મહિમા વ્યક્ત થયો છે. જીવનમાં અનેક પ્રસંગોમાં મૌન કાર્યસાધક નીવડે છે. ‘ન બોલવામાં નવ ગુણ’ એ કહેવત પણ આ જ ભાવ વ્યક્ત કરે છે. ઘણી વાર મૌન એ જ સર્વોત્તમ વાણી પુરવાર થાય છે.

પ્રાચીન કાળમાં મહર્ષિઓના જીવનમાં મૌનને આગવું સ્થાન હતું. મહાત્મા ગાંધીજી પપન મૌનને ખૂબ મહત્વ આપતા. તેઓ દાર સોમવારે મૌનવ્રત પાળતા. વિનોબાજીએ એક વર્ષ સુધી મૌન પાળ્યું હતું. મૌનવ્રત દરમિયાન કેટલાક કપરા કોયડાઓ ઉકેલ મળ્યાનું તેમણે જણાવ્યું છે. આજે પણ, ખાસ કરીને જૈન સાધુએ દિનચર્યામાં મૌનવ્રતને ઘણું મહત્વ આપે છે.

મૌન સાધના માગી લે છે.  મૌનના પાયામાં જ્ઞાન, વિવેક અને સંયમ રહેલા છે. મૌ ન ક્ષમા અને સહનશીલતાનો નિચોડ છે. સમર્થ વ્યક્તિ જ ગમે તેવા સંજોગોમાં મૌનવ્રતને વળગી રહે છે.

મૌનને આત્મશુદ્ધિનું પહેલું પગથિયું ગણાવ્યું છે. ટપ અને સંયમને માટે આ અનિવાર્ય શરત છે. મનુષ્ય જયારે બોલતો શાંત થાય ત્યારે જ તેનાં હૃદયદ્વાર ખૂલે છે. તેની ભાવના આત્મા – પરમાત્માલક્ષી બને છે. વાણીનો વિલાસ ઘણી વાર સંસારિક કંકાસ- કલેશનું કારણ બને છે. મૌન વાણીનાં એ અનિષ્ટો સામે માનવીનું રક્ષણ કરે છે. એટલું જ નહિ, માનવીને શાંતચિત્તે ઊંડું વિચારવાની તક પૂરી પાડે છે. તેમજ તેની કાર્યશક્તિ વધારે છે.  મૌનથી એકાગ્રતા આવે છે. લેખકો, કવિઓ, ચિંતકો, વૈજ્ઞાનિકો, ગણિતશાસ્ત્રીઓ – સૌના જીવનમાં મૌનનું આગવું મહત્ત્વ છે.

મૂર્ખાઓની સભામાં ડાહ્યા માણસોએ મૌનવ્રત પાળવું જોઈએ. જો પ્રસંગોચિત મૌન જાળવવામાં ન આવે તો જીવનું જોખમ આવી પડે છે. છેવટે માનહાનિ થાય છે. એથી ઉલટું મૌન દ્વારા માણસ પોતાનાં અજ્ઞાન કે અણસમજને પણ છુપાવી શકે છે. યોગ્ય સમયે મૌન જાળવી શકનાર વ્યક્તિ સમાજમાં પીઠ, ઠરેલ અને અનુભવી ગણાય છે. સોફોક્લીસનામના ગ્રીક ચિંતકે કહ્યું છે કે મૌ ન સ્ત્રીઓના સૌંદર્યમાં વધારે કરે છે.

આજના યુગમાં મૌનની બાબતમાં પણ વિવેકી અને વ્યવહારુ બનવાની જરૂર છે. કોઈ બાબત અંગે પોતાનો બચાવ કરતી વખતે કે મૌનવ્રત રાખવાથી પોતાના વિશે ગેરસમજણ ઊભી થવા સંભવ રહે છે. આહાર અને વ્યવહારમાં વિદ્યા સંપાદન કરતી વખતે મૌનને જડપણે વળગી રહેનારને નુકશાન થવાની સંભાવના રહેલી છે. વેપારમાં તો બોલે તેનાં બોર વેચાય. વધુ બોલવાથી જેટલા દુઃખો ઊભા થાય છે તેનાથી વધુ દુઃખો વણસમજ્યે મૌન પાળવાથી થઇ શકે છે.

ખરેખર, મૌ ન મહાશક્તિ છે, સુખ અને શાંતિની ચાવી છે; ઉન્નતિનું મૂળ છે અને ધર્મનો પાયો છે. એટલે જીવનમાં મૌનને ઉચિત સ્થાન આપવું જ પડે.

Total Page Visits: 157 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!