રાજા રવિ વર્મા

રાજા રવિ વર્મા
રાજા રવિ વર્મા
Spread the love

ગુજરાતી ભાષામાં સૌપ્રથમ વખત ભારતની આધુનિક ચિત્રકળાના સમ્રાટ રાજા રવિ વર્માનું જીવનચરિત્ર – લે: ભરત ખેની.

                ‘રાજા રવિ વર્મા’ આ ગ્રંથ ટૂંક સમયમાં જ પ્રગટ થશે. આપણે ત્યાં જીવનચરિત્ર લખવાની જે પરંપરા છે એનાથી તદ્દન જુદું કહી શકાય એવું આ સંશોધનાત્મક વૃતાંત હશે. સંસ્કૃત, મરાઠી, હિન્દી, ગુજરાતી મલયાલમ અને અંગ્રેજી ભાષાના આ સંદર્ભના ઘણા પુસ્તકોના અભ્યાસબાદ સૌ પ્રથમ વખત રાજા રવિ વર્માનું જીવનચરિત્ર ગુજરાતી ભાષામાં આવી રહ્યું છે, એનો આનંદ હોય જ. આ પુસ્તકમાં રાજા રવિ વર્મા વિશે ફક્ત વાંચવાનું નથી પણ રાજા રવિ વર્માના પગલે પગલે ચાલવાના માર્ગદર્શક સ્તંભો પણ મૂક્યાં છે, મતલબ કે આખું પુસ્તકની સારી રીતે ફોટોગ્રાફ્સ, પેઇન્ટિંગ, પત્રો અને અન્ય સામગ્રીઓ તથા રવિ વર્મા વિશે કહેવાયું લખાયું હોય એવા અવતરણો, સંસ્કૃત કવિઓ દ્વારા આલેખાયેલ ગ્રંથો જેમાં કે વેદવ્યાસ કૃત ‘વિષ્ણુધર્મોત્તરપુરાણ’/’ચિત્રસૂત્ર’, મહાકવિ ભોજ કૃત સમરાંગણસૂત્રધાર અને અન્ય ગ્રંથોના અવતરણો તથા તેનો ભાવાનુવાદ પણ સામેલ કર્યા છે.

                અત્યંત ધર્મપરાયણ, શાસ્ત્રવિદ અને કળાનિપુણ માતપિતાને ત્યાં રવિ વર્માનો જન્મ, બચપણથી ચિત્રો અને રંગો તરફનું એમનું આકર્ષણ, એમના મામા દ્વારા આરંભમાં અને પછી ડચ પેઇન્ટર દ્વારા એમને મળતું ચિત્રશિક્ષણ, એમના ઉપર વિદેશી ચિત્રકારોનો પ્રભાવ, એમનો ભારતીય શાસ્ત્રો અને સાહિત્યનો અભ્યાસ, દક્ષિણ અને પશ્ચિમ ભારતના કેટલાક મહારાજાઓ તથા અંગ્રેજ અધિકારીઓ, ગવર્નર અને વાઇસરૉય દ્વારા એમને મળેલાં આશ્રય અને સુવિધાઓ, ભારે પરિશ્રમ અને સંઘર્ષ બાદ ધીરે ધીરે એમણે વ્યક્તિચિત્રો, છાયાચિત્રો અને તૈલરંગી ચિત્રો દોરવામાં મેળવેલી સફળતા, ભારતીય પુરાણો, મહાકાવ્યો, પ્રશિષ્ટ સાહિત્ય અને લોકજીવનમાંથી મેળવેલા વસ્તુવિષયો અને પશ્ચિમી ચિત્રકળાની ટેકનિકના સમન્વય વડે એમણે નિપજાવેલી આગવી અને પ્રભાવક ચિત્રશૈલી, ચિત્રનાં વિષયો અને પ્રદર્શનો માટે એમણે કરેલા યાત્રાપ્રવાસો, અનેક રાજામહારાજાઓ, દીવાનો, ગવર્નરી, અંગ્રેજ અસરોનાં એમણે સફળતાથી દોરેલાં વ્યક્તિચિત્રો અને છાયાચિત્રો, એમની ચિત્રસાધનામાં એમને મળેલી એમના નાના ભાઈ, બહેન અને પોતાના પુત્રની સહાય ; એમનું લગ્ન, એમનું અપ્રસન્ન અને અસ્થાયી સાંસારિક જીવન, સંસારભરના સજ્જનો દ્વારા એમને મળતી પ્રસન્નતા પણ સ્વજનો તરફથી મળતી પીડા, સમાજના અગ્રણીઓ સાથેની એમની મૈત્રી, વ્યવસાયબંધુઓ દ્વારા થતી એમની ઈર્ષ્યા, અદેખાઈ અને હેરાનગતિ, એમનાં ચિત્રો ઉપર ઈર્ષાળુ લોકોએ મૂકેલા અશ્લીલતાના આરોપો, નામદાર કોર્ટમાં એમની ઉપર ચલાવાયેલા મુકદ્મામાં એમણે કરેલા સ્વ-બચાવમાં દેખાતી એમની નીડરતા, હિંમત, કળાભક્તિ, કળાનિષ્ઠા અને કળાનિસબત. મદ્રાસ, વિયેના અને અમેરિકાનાં ચિત્ર પ્રદર્શનોમાં એમનાં ચિત્રોને મળેલાં ઇનામો, એમને એ ઉપરાંત પણ તત્કાલીન સમાજમાં મળેલાં માન – સન્માન અને અકરામ, અંગ્રેજ સરકાર તરફથી કળાક્ષેત્રે એમને સૌપ્રથમ મળેલા કૈસર-એ-હિંદ અને ‘રાજા’ જેવા ખિતાબો, દેશના અને ગુજરાતના કેટલાક ચિત્રકારો ઉપર પડેલો એમનો પ્રભાવ, યુરોપ, એશિયા અને આફ્રિકન દેશોમાં એમનાં ચિત્રોના થયેલા પ્રચાર – પ્રસાર – પ્રશંસા, મધુપ્રમેહના રોગથી એમની કથળતી તબિયત, માતા, પિતા, બે નાના ભાઈઓ અને પત્નીના અવસાનથી આવતી પરિવારની જવાબદારીઓ અને ખિન્નતા, લિથોપ્રેસ અને ચિત્ર મ્યુઝિયમ સ્થાપવા એમણે કરેલી મથામણો, સફળતા અને એને સાચવવામાં મળેલી વિફળતા. એમના સમકાલીનો રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીથી માંડી વિશ્વના કંઈ કેટલાય અગ્રણીઓ દ્વારા કેવળ ભારતના જ નહીં, સમગ્ર વિશ્વના એક અત્યંત સફળ ચિત્રકાર તરીકેની સ્વીકૃતિ– એમ અનેક વિગતોથી એમનું ચરિત્ર આપણી સમક્ષ ઊઘડતું આવે છે.

રોયલ સાઇઝ, ૧૦૦ ગ્રામ આર્ટ પેપર પર બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિંટિંગ, ૧૫૦ ગ્રામ ગ્લોસી પેપર પર કલર પેઇન્ટિંગ અને ફોટોગ્રાફ્સ, પાકું બાઇંડિંગ, ડિબાચો+આકર્ષક ટાઇટલ વિથ જેકેટ, ટાઇટલ યુવી, મેટલેમિનેશન અને ગોલ્ડન ફોઈલથી સજ્જ. કિમત: ૫૦૦/-    

                   આવા અનન્ય ગ્રંથને આપ સહકાર આપશો જ જેની અમને ખાત્રી તેથી આપ શ્રીમાન/શ્રીમતિ, આગોતરા ગ્રાહક યોજનામાં નામ નોંધાવી શકો છો. સંપર્ક: મો.7203093555 Email : 1rajaraviverma@gmail.com

Total Page Visits: 1485 - Today Page Visits: 1

3 thoughts on “રાજા રવિ વર્મા

  1. ખૂબ સરસ, હૈયે વસી જાય એવું ઉમદા કાર્ય.🙏🏻🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!