વા : શરીરના સાંધાની ગાદીમાં ઘસારો તથા સોજો આવવાથી દુઃખાવાને

વા
વા
Spread the love

શરીરના સાંધાની ગાદીમાં ઘસારો તથા સોજો આવવાથી દુઃખાવાને લીધે હલન ચલન કરવામાં તકલીફ અનુભવાય તેને વા કહેવાય છે. બે હાડકાંના જોડાણથી સાંધો બને છે. આ બંને હાડકાં એકબીજા સાથે મજબૂત દોરડાં જેવાં અસ્થિબંધન (Ligament)થી પકડાયેલાં હોય છે.  

વા
વા

‘ વા ‘ નાં લક્ષણો

શરૂઆતમાં લાંબો સમય બેસી રહ્યા બાદ ઊભા થતી વખતે ઢીંચણમાં દુખાવો થવો. ઘસારો વધી ગયા બાદ કામકાજ કરતી વખતે તથા ચાલતી વખતે સતત દુ:ખાવો થવો.

પલાંઠીવાળીને કે ઊભા પગે બેસવામાં તકલીફ પડવી કે બેસી ન શકવું.

ઘસારાના કારણે પગ ઘૂંટણથી વાંકા થઇ જવા.

સંધિવા (Rheumatoid Arthritis)

શરીરના અલગ-અલગ સાંધાઓ (ઘૂંટણ, ગરદન, ખભા, કાંડા, કોણી વગેરે)માં દુખાવો થવો તથા જકડાઈ જવા.

સાંધાઓમાં સોજો આવવો તથા આજુબાજુની જગ્યા લાલ થઇ જવી.

કોઈકવાર તાવ આવવો.

તકલીફવાળા સાંધામાં સોજો તેમજ ઘસારો લાગું પડવાથી પૂરતા પ્રમાણમાં હલનચલન કરી શકાય નહિ. અને લાંબા સમયે શરીરનો ઘસારાવાળો ભાગ વાંકો થઇ શકે છે.

શરીરમાં થાક લાગવો.

વા  થવાના કારણો

સાંધાનો ઘસારો :

૬૦ વર્ષની ઉંમર પછી તેની સંભાવના વધી જાય છે.

જાડાપણું – મેદસ્વિતા : શરીરનું વધુ પડતું વજન ઘૂંટણ પર  લોડ વધારી દે છે. આથી ગાદી ઘસાવાની સંભાવના વધી જાય છે.

લાંબા સમય સુધી વધુ પડતું મહેનતવાળું કામ કરવાથી.

વારસાગત.

સંધિવા :

વારસાગત.

શરીરની પ્રતિકારક શક્તિ જ સાંધાના કોષોને દુશમન માની તેનો નાશ કરી નાખે છે. (autoimmunological)

આહાર – વિહાર સંબંધી વિવેક

આ રોગ શરીરમાં વાયુ વધવાથી થતો હોય છે. તેથી વાયુવર્ધક ખોરાકનો ખાસ ત્યાગ કરવો.

ઠંડા, ભારે, તળેલા અને વાસી ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું.

તૈયાર પેકેજફૂડ અને ઠંડા પીણાનો સદંતર ત્યાગ કરવો.

વિરુદ્ધ આહારનું સેવન ન કરવું.

પાણીમાં બાફેલાં કારેલાનું શાક ખાવાથી સંધિવામાં ખૂબ જ રાહત થાય છે.

અનિયમિત જીવનશૈલીથી વા ની માત્રા વધી જાય છે. તેથી વા ના દર્દીઓને રાતે વહેલા સુવાની અને સવારે વહેલા જગવાની ટેવ ખૂબ જ ફાયદાકારક અને જરૂરી છે.

ઠંડા પાણીએ સ્નાન ન કરતાં ગરમ પાણીથી સ્નાન કરવું.

વા છે? તો શું સાવધાની રાખવી

ઘૂંટણનાં ઘસારાની તફલીફ થતી જાણાઈ તો પલાંઠીવાળી તેમજ ઊભા પગે બેસવું નહીં. જેથી વધારે ઘસારો થાય નહિ.

ચાલતી વખતે ઘૂંટણનાં સાંધા ઉપર શરીરનાં વજનથી ચાર ગણો લોડ આવતો હોવાથી યોગ્ય સંતુલિત આહારથી શરીરનું વજન સપ્રમાણ રાખવું.

સાંધાઓને તકલીફ ન પડે તેવી રીતે ચાલવું, તરવું વગેરે કસરતો અને તેવાં યોગાસન નિયમિત કરવાં.

વા ના દર્દીઓએ કબજિયાત ન રહે તેની તથા શરીરના કોઈં પણ વેગો રોકાય નહીં તેની ખાસ સાવધાની રાખવી.

વા માટેના ઉપચારો

સવારે નાસ્તા પહેલાં ૨ ચમચી મધમાં ૧ ચમચી તજનો પાઉડર ભેગો કરીને લેવો. આ ઉપચારથી ૭ દિવસમાં ૭૦ થી ૮૦ % દુઃખાવામાં રાહત થાય છે.

૧ – ૧ ચમચી દળેલું જીરું અને ગોળ ભેગું કરીને થોડા પાણી સાથે સવાર – સાંજ લેવું. વધારે તકલીફમાં દિવસમાં ત્રણવાર પણ લઇ શકાય.

૧ થી ૨ ચમચી મેથીનો પાઉડર પાણી કે ગોળ સાથે સવાર-સાંજ લેવો.

૧ – ૧ ચમચી મેથી, સૂંઠ અને અજમાનું ચૂર્ણ ગરમ પાણી સાથે સવાર-સાંજ લેવું.

૬ – ૬ ચમચી સૂંઠ, જીરું અને ૩ ચમચી કાળા મરીનું ચૂર્ણ મેળવીને ૧૦ દિવસ સુધી રોજ રાત્રે ત્રણવાર અડધી- અડધી ચમચી પાણી અથવા ગોળ સાથે લેવું.

આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનું દુખાવા પર માલીશ કરવું.

સરસિયાના તેલમાં જાયફળને ઉકાળી તેનું માલીશ કરવું.

(માત્ર માહિત માટે લેખ છે)

Total Page Visits: 222 - Today Page Visits: 1

1 comments on “વા : શરીરના સાંધાની ગાદીમાં ઘસારો તથા સોજો આવવાથી દુઃખાવાને

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!