વિભક્તિ : બીજી વિભક્તિમાં શબ્દને પ્રત્યય લાગે કે ન પણ લાગે.  

વિભક્તિ
વિભક્તિ
Spread the love

આજે આપણે વિભક્તિ વિષે ચર્ચા કરશું.

પહેલી વિભક્તિ

છોકરો દોડે છે’, ‘પવન વાય છે’ આ વાક્યોમાં ‘છોકરો’  અને ‘પવન’ પહેલી વિભક્તિમાં છે. પહેલી વિભક્તિમાં આવેલા શબ્દોને પ્રત્યય લાગતા  નથી. ’છોકરો’ અને ‘પવન’ કર્તા છે. પહેલી વિભક્તિમાં કર્તા હોય છે પણ કર્તાએ વિભક્તિ અર્થે ન હોવાથી કર્તાર્થે પહેલી કહેવાતી નથી.  

‘છોકરો’  અને ‘પવન’ એ નિર્દેશવાચક પહેલી વિભક્તિ કહેવાય છે. નિર્દેશ એટલે શબ્દ કહેવો તે. પહેલી વિભક્તિનો અર્થ માત્ર નિર્દેશ છે.

મગનલાલ અહીં આવ’  આ વાક્યમાં  ‘મગનલાલ’ને બીજા શબ્દો જોડે કોઇ પણ જાતનો સંબંધ નથી.  ‘મગનલાલ’એ પ્રત્યય વિનાનું વિશેષ નામ છે, અને તે સંબોધનના એટલે બોલાવવાના અર્થમાં વપરાયું  છે. આ અને આવી રીતે  વપરાએલાં બીજાં નામો સંબોધનાર્થે પહેલી વિભક્તિ માં છે એમ  કહેવાય છે..

સંબોધનાર્થ  પહેલી વિભક્તિમાં આવતાં નામને  વાક્યપૃથ્થકરણમાંથી પડતાં મૂકવા કારણ કે વાક્યમાં તેમનો સમાવેશ થતો નથી. 

‘બીજી વિભક્તિ’

‘હું દાખલા ગણું છું,’ ‘રાજ પ્રધાનને બોલાવે છે.’ આ વાક્યોમાં દાખલા અને પ્રધાન એ શબ્દો બીજી વિભક્તિમાં છે. બીજી વિભક્તિનો અર્થ કર્મ છે. કર્મ એટલે કરેલું કે સાધેલું કામ અથવા જેને ક્રિયાનું ફળ લાગુ પડે છે તે. બીજી વિભક્તિમાં શબ્દને પ્રત્યય લાગે કે ન પણ લાગે. ‘ને’ એ બીજી વિભક્તિનો પ્રત્યય છે.  

‘ત્રીજી વિભક્તિ’

‘છોકરીએ રૂમાલ ગુંથ્યો.’ અહીં ગૂંથવાનું કામ કરનાર છોકરી છે. ક્રિયા કરનાર એટલે કર્તા ‘છોકરી’ બીજી વિભક્તિ માં છે. આ વિભક્તિ નો પ્રત્યય ‘એ’ છે, અને અર્થ કર્તા છે.

તેણે ગોળીએ વાધને માર્યો.’ આ વાક્યમાં ગોળી શબ્દ ત્રીજી વિભક્તિમાં છે, અને એ કરણ કે સાધન છે. એટલે તેની મદદથી કઈ કામ કરાયું છે. ત્રીજી વિભક્તિનો અર્થ કરણ છે.  

‘ચોથી વિભક્તિ’

‘શિષ્યે ગુરુને દક્ષિણા આપી.’ આ વાક્યમાં ‘ગુરુ’ શબ્દ ચોથી વિભક્તિમાં છે; ‘ને’ એ ચોથી વિભક્તિનો પ્રત્યય છે. આ વિભક્તિનો મુખ્ય અર્થ સંપ્રદાન છે, સંપ્રદાન એટલે જેને કઈ આપવામાં આવે છે તે.

‘પાંચમી વિભક્તિ’

અમદાવાદથી ગાડી ઉપડી’ આ વાક્યમાં ‘અમદાવાદ’ પાંચમી વિભક્તિમાં છે અને તેનો પ્રત્યય થી છે. આ વિભક્તિનો મુખ્ય અર્થ અપાદાન છે. અપાદાન એટલે જેનાથી છુટા પડાય છે તે.

‘રામથી રાવણ મરાયો’ આ વાક્યમાં રામ શબ્દ પાંચમી વિભક્તિમાં છે અને તેનો અર્થ કર્તા છે.

‘ગોળીથી વાધને માર્યો.’ આ વાક્યમાં ગોળી શબ્દ પાંચમી વિભક્તિમાં છે અને તેનો અર્થ કરણ છે.

‘ગરમીથી પાણી સુકાય છે.’ એમાં ગરમી શબ્દ પાંચમી વિભક્તિમાં છે અને તેનો અર્થ કરણ છે.  

‘છઠ્ઠી વિભક્તિ’

‘રાજાનો કુંવર આવે છે.’ આ વાક્યમાં રાજા શબ્દ છઠ્ઠી વિભક્તિમાં છે. સંબંધ એ આ વિભક્તિનો મુખ્ય અર્થ છે.

નો, ના, નું, ના, ની, નાં એ છઠ્ઠી વિભક્તિના પ્રત્યયો છે. રો રી રૂ એ પણ ચાથી વિભક્તિના પ્રત્યય છે અને તે પહેલા અને બીજા પુરુષ સર્વનામને લાગે છે. તણો, તણી તણું, કેરો, કેરી, કેરૂંપ્રત્યયો છઠ્ઠી વિભક્તિના છે, પરતું તે કવિતામાં વપરાય છે.

‘સાતમી વિભક્તિ’

‘તે ગામડામાં રહે છે.’ ‘માથે પાઘડી છે.’ આમાં માં અને પ્રત્યયો સાતમી વિભક્તિ ના છે. સાતમી વિભક્તિનો મુખ્ય અર્થ અધિકરણ એટલે સ્થળ છે.

‘વાડીમાંના મૂળા.’, ‘ઘરમાંથી વીંછી નીકળ્યો.’ ‘તેઓમાંનાએ આ કામ કર્યું હશે.’ આમાં એક જ શબ્દને બે ત્રણ વિભક્તિના પ્રત્યયો લાગેલા છે, ‘કોઈ વેળા એક જ શબ્દને બે ત્રણ વિભક્તિના પણ પ્રત્યયો લાગે છે.  

Total Page Visits: 177 - Today Page Visits: 1

2 thoughts on “વિભક્તિ : બીજી વિભક્તિમાં શબ્દને પ્રત્યય લાગે કે ન પણ લાગે.  

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!