શીળસ : દર્દીના નખ નવરા પડે નહિ રોગ વિષે સમજણ અને સમાધાન

Spread the love

શરીરની ચામડી ઉપર એકાએક ઊઠી આવતાં ચકમા તથા ખંજવાળને શીળસ કહે છે.

શીળસના બે પ્રકારના છે :

ટૂંકા ગાળાના શીળસ

ચકમાં તથા ખંજવાળ યોગ્ય સારવાર મળતા થોડી મિનિટો કે એકાદ બે કલાકમાં અદ્રશ્ય થઈ જાય, કે કોઈ કેસમાં થોડા દિવસો સુધી લંબાય, પણ બે મહિનાના સમય ગળામાં વિદાય લે તો તેને ટૂંકા ગાળાની શી ળસ કહેવાય.

લાંબા ગાળાની શીળસ

શી ળસ જ્યારે દવા કે ડૉક્ટરને બે મહિના સુધી ગાંઠે નહિ, દર્દીના નખ નવરા પડે નહિ , રાતની ઊંઘમાં ખલેલ પહોંચાડી દર્દીને પજવ્યા કરે, ત્યારે તેને લાંબાગાળાની શીળસ કહે છે.

શીળસ ઉપડવાના કારણો

માનવ શરીરની અંદર રહેલી રોગપ્રતિકારક શક્તિને ખલેલ પહોંચે એટલે શીળસ ઊપડે. રોગપ્રતિકારક શક્તિ એટલે શરીરના રક્ષણ માટે વારસામાં મળેલી સંરક્ષણ શક્તિ. દેશનાં સૈન્ય જેવી આ સંરક્ષણશક્તિ શરીરમાં પ્રવેશતાં અજાણ્યા,અસ્વીકાર્ય, હાનિકારક તત્ત્વોનો પ્રતિકાર કરે એટલે શી ળસ દેખાય. રોગપ્રતિકારક શક્તિને છંછેડતા અને શરીરમાં શીળસરૂપે યુદ્ધની પરિસ્થિતિ ઊભી કરતાં આવાં ત્રાસવાદી તત્ત્વોનો નામોલ્લેખ કરીએ તો, – હવાથી દવા – સુધીના તત્ત્વોની એક લાંબીલચક યાદી તૈયાર થાય. અને કોઈ વખત દેખીતા કારણ વગર પણ શી ળસ ઉપડે છે ! જેમાં દર્દી તો દર્દી, ડૉક્ટર પણ તેનું કારણ શોધતાં પરેશાન થઈ જાય.

હવા

હવામાં ઊડતી ધૂળ, સૂક્ષ્મ જંતુઓ, વનસ્પતિની પરાગરજ, તમાકુનો ધુમાડો, પ્રાણી  અને પક્ષીની ખરતી ચામડી કે પીંછા, ફૂગ વગેરે શીળસ માટે કારણભૂત ગણાય.

ખોરાક

માછલી, ઈંડા, માંસ, દૂધ અને દૂધની બનાવટો જેવી કે છાસ, ચીઝ, ટામેટાં, ચોકલેટ, ખાટાં  ફાળો, બી વાળા શાકભાજી, કઠોળ, કેળાં, ગોળ, આથો આવેલી ખાદ્ય ચીજો જેવી કે : બ્રેડ, ઢોકળા, અથાણાં વગેરે. શીંગ, તૈયાર ખોરાકનાં ડબ્બાઓ કે બોટલમાં નખાતાં રસાયણો વગેરે ખાવાથી કોઈને શીળસ ઉપડે તો નવાઈ ન પામવી.

ચેપ

શરીરમાં જીવાણુ, વિષાણુ કે પરોપજીવી (કૃમિ)નો ચેપ શીલસને જન્મ આપે, ઉદાહરણ તરીકે, દાંતનો સડો. ગળાનો સોજો, આંતરના કૃમિ  વગેરે. મધમાખી કે ઝેરી જંતુનો ડંખ શીળસ તો કરે, પણ ક્યારેક જીવલેણ પણ નીવડે.

દવાઓ

પેનિસિલીન  જેવી પ્રાણઘાતક દવાઓનાં શરીરમાં પ્રવેશમાત્રથી કોઈને શીળસ ઉપડે અને ક્ષણ બે ક્ષણમાં મૃત્યુ પણ થાય. કહેવાતી કોઈપણ દવા-શક્તિની દવા , પણ કોઈ કિસ્સામાં શળસ ઊભી કરે તો આશ્ચર્ય ન્ પામવું. અફીણમાંથી બનતી દવાઓ, દુ:ખાવાનાં શમન માટે વપરાતી   દવાઓ  કે અન્ય એન્ટિબાયોટિક દવાઓથી શી ળસ ઉપડે.

શરીરની અંદરની બીમારી

કેન્સર, કમળો, સાંધાનો વા, મેલેરિયા પોતાના અસ્સલ સ્વરૂપે તો પ્રગટ થાય જ , પણ કપોઈ વખત શીળસને પણ આંગળી પકડી લેતાં આવે.

ચામડીના સ્પર્શમાં આવતાં તત્વો

રસાયણો, પ્રાણીની લાળ, દવાઓ, કોસ્મેટિક્સ, ફૂલછોડની પરાગરજ, પ્રાણી –પક્ષીના શરીર ઉપરની ખરતી ચામડી કે પીંછાની રજ, નાયલોન  ટેરેલીન જેવા કપડાં, માથામાં નાખવાનાં  તેલ, હેરડાય, સાબુ, ડિટર્જન્ટ વગેરે ચામડીના સ્પર્શમાં આવતાં જ ચામડી તેનો શીળસ સ્વરૂપે વિરોધ કરે.

ભૌતિક કારણો

ઠડું કે ગરમ પાણી, કે હવાનું દબાણ શરીરના સંસર્ગમાં આવે તો પણ કેટલાંક  જૂજ કિસ્સામાં શીળસ દેખાય.

માનસિક કારણો

માનસિક તણાવ, બેચેની શીળસમાં વધારો કરે.

કોઈ દેખીતા કારણ વગરની શીળસ

દરેક પ્રકારના નિદાન કર્યા પછી પણ કારણો જાણવાની મથામણનો અંત ન્ આવે તો, તેને કોઈ પણ કારણ વગરની શીળસ કહે છે! એવું નિદાન કર્યા વગર છૂટકો હોતો નથી.

શીળસના લક્ષણો

શરીરમાં અચાનક ખંજવાળ આવે તથા નાના મોટા ચલણી સિક્કાઓ જેવા ચકમાં ઉપસી આવે. આવાં ચકમાં રાત્રિના ઠંડા વાતાવરણમાં વધારે ઉપદ્રવ કરે. હાથપગના તળિયામાં ખંજવાળ આવે, દુ:ખાવો થાય, સોળ ઊઠે, આંખ ઉપર સોજોઈ આવે. કોઈ કમનસીબ કેસમાં શ્વાસનળીમાં પણ સોજો આવે તો શ્વાસ લેવામાં અડચણ ઊભી થાય અને ગંભીર પરિસ્થતિનું નિર્માણ થાય. શીળસવાળું દર્દી રાહત માટે ઠંડા પાણીથી  ન્હાવા કરે પણ પાણી શીળસને ઉત્તેજન આપે છે.

સારવાર

શીળસના દર્દીને ચામડીના ડૉક્ટર ઘણાં પ્રશ્નો પૂછી નિદાન સુધી પહોંચે છે અને યોગ્ય સારવાર થતાં શીળસનું શમન પણ થાય છે. આવાં દર્દીની લેબોરેટરી તપાસ પણ જરૂરી હોય છે.

શીળસ ઊપડી આવે, અને પછી દોડાદોડી થાય એના કરતાં દર્દીએ પોતાની ટાસીરને માફક ન્ આવતી હોય એવી ખાદ્યચીજોથી દૂર રહેવું. પહેરવા ઓઢાવના કપડાં, સૌંદય પ્રસાધનો કે ચામડીનાં સંપર્કમાં આવતાં ઉપરોક્ત, શીળસને જન્મ આપતાં તત્ત્વોથી ચેતતા રહેવું અને ડોક્ટરની સલાહ  પ્રમાણે દવાઓના કોર્ષ કરવો.

શીળસ વિશેની ભ્રામક માન્યતાઓ

ધાબળાં ઓઢવાથી કે ગરમ રાખ ચોપડવાથી શીળસ મટી જાય છે, એવા ભ્રામક ખ્યાલથી પ્રેરાઈ દર્દી  આવાં ઉપચારો કર્યે જાય છે અને ડૉક્ટરની સલાહ લેવાનું ચૂકી જાય છે. ધાબળાં વીંટવાથી શરીરમાં ગરમી વધે છે એટલે રાહત જરૂર થાય છે, કારણ કે, શીળસ  ઠંડીમાં વધુ ઊપડે છે એટલે આવા આવરણથી ઊભી થતી ગરમી રાહત આપે છે, પણ તેનાથી રોગ દૂર થતો નથી. 

Total Page Visits: 894 - Today Page Visits: 1

1 comments on “શીળસ : દર્દીના નખ નવરા પડે નહિ રોગ વિષે સમજણ અને સમાધાન

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!