સિંહ : ‘સાવજ’, ‘કેસરી’ અને ‘વનરાજ’ના નામે જગપ્રસિદ્ધ શિકારી પ્રાણી

સિંહ
સિંહ
Spread the love

સિંહ એક જંગલી શિકારી પ્રાણી છે. સિંહનું મોઢું ભરાવદાર અને કેડ પાતળી હોય છે. સિંહની ડોક પર લાંબા વાળ હોય છે. તેને કેશવાળી કહેવાય છે. સિંહનો રંગ કેસરી હોય છે. તે સ્વભાવે ઉમદા અને ગૌરવવાન પ્રાણી છે. સિંહને અણીદાર તેમજ મજબૂત દાંત હોય છે,અને પગે નહોર હોય છે તેના વડે તે પ્રાણીઓનો શિકાર કરે છે. વનરાજ ગુફામાં રહે છે. સિંહણને કેશવાળી હોતી નથી. ભારતમાં કેસરી માત્ર ગુજરાતમાં આવેલા ગીરના જંગલોમાં જોવા મળે છે. સિંહને જંગલનો રાજા પણ કહેવાય છે. સિંહને વનરાજ અને કેસરી પણ કહે છે. સાવજ જ્યારે ભૂખ્યો થાય ત્યારે જ શિકાર કરે છે.

સિંહ દિવસમાં ૨૦ કલાક સુઇ શકે છે! સિંહની ઉંમર તેની કેશવાળીના કલર ઉપરથી ખબર પડી શકે છે. સિંહ ખાલી પંજા પર જ ચાલે છે, ચાલે ત્યારે એની પેની જમીનને સ્પર્શતી નથી. સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે, પણ મોટેભાગે એ ઘાસના મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે. સિંહ 81 કિલોમીટર /કલાકની ઝડપે દોડી શકે છે. સિંહ ૧૫ થી 20 વર્ષ સુધી જ જીવી શકે છે. સિંહની ગર્જના 8 થી 10 કિલોમીટર સુધી સાંભળી શકાય છે.

આખી દુનિયામાં સિંહને માણસ સિવાય કોઈ પ્રાણી મારી શકતું નથી. સિંહની માથાથી પુંછડી સુધી ની લંબાઈ 270 સેમી (નર) અને 290 સેમી (માદા). સિંહ નું વજન 150 થી 180 કિલોગ્રામ (નર)અને 125થી 135 કિલોગ્રામ (માદા). સિંહણ નો ગર્ભકાળ 105 થી 110 દિવસ સુધીનો હોય છે. સિંહનો ખોરાક સામાન્ય રીતે પ્રતિદિન 6 થી 8 કિલોગ્રામ હોય છે. સિંહનો શિકાર ચિતલ, સાબર, જંગલી સુવર, ચોશિંગા, ચિંકારા, ભેંસ, ગાય વગેરે હોય છે. સાવજનું રહેઠાણ સુકુ ઝાંખરાયુક્ત જંગલ અને કાંટા વાળું જંગલ હોય છે.

1990માં સિંહની સંખ્યા 280 હતી જે વધીને 1995માં 304 જેટલી થઈ અને 2001માં 327. 2005ની ગણતરી મુજબ સિંહની સંખ્યા 360 થી વધુ હતી. 2015 ની ગણતરી મુજબ 523 સિંહો હતા. છેલ્લી ગણતરી 2020 માં થઈ હતી તે મુજબ સાસણગીરમાં સિંહની સંખ્યા 674 થઈ ગઈ છે.

સિંહની હાલ દુનિયામાં બે સ્થળે જાતિ જોવા મળે છે. એક ગુજરાતમાં અને બીજી દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે. બાહ્યાકારની દ્રષ્ટિએ આફ્રિકન અને એશિયાઈ સિંહમાં કેટલાક તફાવતો હોય છે. જેમ કે, આફ્રિકાનો સિંહ કદમાં મોટો અને વજનમાં વધારે હોય છે. આફ્રિકાના સિંહ ની કેશવાળી એશિયાઈ સિંહની કેશવાળી કરતા ભારે અને વધારે હોય છે. આફ્રિકાના સિંહની પુંછડીના છેડે આવેલો વાળનો ગુચ્છો એશિયાઈ સિંહના આવા ગુચ્છા કરતા નાનો હોય છે.

આ ઉપરાંત, બંને સિંહના પગના ઢીંચણ પરના વાળના ગુચ્છા, પેટની ચામડી, ખોપરી અને આદતમાં ફરક હોય છે. કદમાં હાથી કરતાં નાનું હોવા છતાં પણ આ પ્રાણીમાં પોતાની તાકાત અને હુમલો કરવાની સતર્કતાને કારણે હાથીનો પણ શિકાર કરવાની ક્ષમતા ધરાવે છે. સિંહ એકમાત્ર એવી બિલાડી છે, જેને ટોળામાં રહેવાનું પસંદ છે. આ ટોળામાં 40 સુધીની સંખ્યા હોય છે. જેની અંદર લગભગ બાર જેટલી સિંહણ અને તેના બચ્ચા એક બે સિંહનો સમાવેશ થાય છે. નર સિંહ ટોળાનું ક્ષેત્ર અને સીમા તેમજ બચ્ચા નું રક્ષણ કરે છે. જ્યારે માદા સિંહ મોટાભાગે શિકાર કરે છે. સિંહ 4 થી 5 દિવસ સુધી પાણી વગર ચલાવી શકે છે. આ જાતિને બચાવવા માટે દુનિયાભરના લોકો ખુબજ ચિંતિત છે. સિંહની ઘટતી વસ્તી વધારવા માટે ગુજરાતની પ્રજા અને સરકારના સતત ચિંતિત છે. સોરઠનો સાવજ સમગ્ર ગુજરાત, ભારત તથા સમગ્ર એશિયાખંડની શાન છે. પ્રત્યેક માટે ગૌરવ સમાન સિંહ આપણા રાજ્યમાં સુરક્ષિત છે.

10 ઓગસ્ટનો દિવસ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવાય છે.

Total Page Visits: 420 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!