ત્રિવેદી હર્ષિદા દીપક – દર્પણ થી મુખ મોડી બેઠા.

Spread the love

દર્પણ થી મુખ મોડી બેઠા
કેમ મને તરછોડી બેઠા?

હર્ષિદા દીપક ત્રિવેદી

આ અને આવી અનેક રચનાઓના રચયિતા સાહિત્ય જગતમાં આદરભર્યું સ્થાન ધરાવતા રાજકોટ નિવાસી યુવા કવયિત્રી લેખક સર્જક હર્ષિદા દીપક ત્રિવેદીનો ‘સાહિત્ય સેતુ’, રાજકોટની પરિચય શૃંખલામાં પરિચય મેળવીશું.

પિતાજી નાટ્યકાર હોવાને લીધે ગળથુથીમાં જ સાહિત્યનો વારસો મળેલ અને સોનામાં સુગંધ ભળે તેમ લગ્ન થયા બાદ પરિવારના મોભી સસરા નવલકથાકાર અને પતિ ખ્યાતનામ કવિ હોવાને લીધે ઘરમાં અને લોહીમાં પડેલ સાહિત્યની રૂચીને સતત પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતા સાહિત્ય યાત્રા શરૂ કરી અને આજે સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં બહુમૂલ્ય ખેડાણ કરેલ છે.

“ઝાકળની હેલી”

કોલેજ સમયથી પોતે લખતા પણ પ્રકાશિત કરવાનું કે લોકો સુધી મુકવાનું છેલ્લા સાત વર્ષથી શરૂ કર્યું છે હર્ષિદાબેન નો કાવ્યસંગ્રહ “ઝાકળની હેલી” 2017માં પ્રકાશિત થયેલ છે

હર્ષિદાબેને આકાશવાણી દૂરદર્શનના કાર્યક્રમોમાં ભાગ લીધો છે તેઓની રચનાઓ અખંડ આનંદ, કવિતા, કુમાર, છાલક, કવિલોક, ફીલિંગ્સ, શબ્દસૃષ્ટિ સહિતના સામયિકોમાં અવારનવાર પ્રસિદ્ધ થતી રહે છે . અનેક કવિ સંમેલનો મુશાયરામાં ભાગ લીધો છે અને સંચાલન પણ કરે છે. સ્પર્ધા કાર્યક્રમોમાં નિર્ણાયક તરીકે પણ સેવા આપતા રહે છે ઓન લાઇન ‘મેગા e જૂઈ મેળો’ કવયિત્રી સંમેલન માં પણ ભાગ લીધેલ સાથે એક કલાકનું સંચાલન કાર્ય પણ સંભાળેલ છે.

આપણા યુવા કવયિત્રી શબ્દ અને સુરના સામ્રાજ્ઞી છે તેઓના હાથની બનેલી રસોઈ અને હાથથી લખાયેલી કવિતા બંને સુમધુર અને રસરંજન હોય છે તેમના સ્વરમાં ગવાયેલ કવિતા કે ગીતના લહેકાની મીઠાશ મંત્રમુગ્ધ કરી દે છે. કવયિત્રીના જીવનની યાદગાર ઘટના બે વર્ષ પહેલા મુંબઈમાં ભવન્સ કોલેજમાં કવિ યુગલ હર્ષિદાબેન અને દીપકભાઈ બંનેને સયુંકત રીતે ‘રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ’ એવોર્ડ એનાયત કરવામાં આવેલ પતિ પત્ની બંને કવિ હોય અને બંનેને સયુંકત રીતે એક જ એવોર્ડથી સન્માનવામાં આવ્યા હોય તે તેમના જીવનની યાદગાર ઘટના છે.

કવયિત્રીના અનેક ગીતો દેશ વિદેશમાં રહેતા કલાકારોએ પોતાની આગવી કલાથી, ભાવવાહી સુરથી સજાવ્યા છે.

ત્રિવેદી હર્ષિદા દીપકની રચનાઓ માણીએ

જે કાંઈ તારી ભીતર છે તે જ તું આપી શકે ,
છેદ ઉડે જો અહમનો ખુદ ને સ્થાપી શકે

સ્પર્શ તારા નામનો ઝીલ્યો હતો ,
જે પવનની ડાળીએ ખીલ્યો હતો ,
એ જ સ્પર્શે શબ્દ પ્રગટાવ્યો અમે ,
લાગણીના દોરથી ગુંથ્યો હતો

વરસાદી વાયરાનો છાંટો અડયો ને કાંઈ ભીતરથી છલકાતી ,
સોળ નદીયુ રે દરિયાને મળવાને જાણે કે હાલી મલકાતી

રાતના અંધારામાં અજવાસ થઈ તું આવ ને,
ટાઢમાં કે તાપમાં સહવાસ થઈ તું આવ ને

જેમના ગીતોનું વાંચન માત્ર વાંચનારના કંઠે લય અને સુર પ્રગટાવે છે. ગીતોમાં સંવેદના ગુજરાતી ભાષાની લોકબોલી સંસ્કૃતિ લોક ઇતિહાસ અને પ્રાચીનથી સાંપ્રત સમયની વાસ્તવિકતા પંક્તિએ પંક્તિએ સંભળાય છે તેવા કવયિત્રી પદ્યકાર ત્રિવેદી હર્ષિદાબેન સાહિત્ય સેતુ પરિવારના ગૌરવ સમા છે.

કવયિત્રી ઘણા વર્ષોથી કાવ્યલેખન કરે છે ૨૦૧૭ની સાલમાં ગુજરાતી ‘જલશો’ કાર્યક્રમમાં મુંબઈમાં મંચ પરથી હર્ષિદાબેનનું

A B C D છોડ ને ભઈલા ક ખ ગ ઘ બોલ
અંગ્રેજીમાં થાશે ગોટા ગુજરાતી….
અણમોલ કે ભાઈલા ગુજરાતી અણમોલ…

ગીત ગવાયું ત્યારે હાજર મુંબઇગરાઓ ઝૂમી ઉઠેલા.

કહેવાય છે કે, મોરના ઈંડા ચીતરવા ન પડે. તેમ માતા પિતા બંનેને માં સરસ્વતીએ શબ્દો ને સાકાર કરવાની તક આપી છે તેમ દીકરો પણ સારો ગાયક છે. માં શારદાએ પુત્ર કલ્પક ને સુર શક્તિ આપી છે.


યુવા કવયિત્રી બહુ સ્પષ્ટ પણે માને છે કે ઇદમ ન મમ આ હું જે કાંઈ કરૂ છું તે મારૂ નથી હું માતાના ચરણોમાં સમર્પિત કરી દઉં છું ને માતા જ શક્તિ આપે છે. ગુજરાતી સાહિત્ય જગતમાં પતિ પત્ની બંને કવિ હોય તેવા કવિ યુગલ માં જેમનો સમાવેશ થાય છે તેવા કવયિત્રી હર્ષિદાબેનની શબ્દસાધનાને વંદન અભિનંદન હંસવાહિની જ્ઞાન દાયિનીમાંની કૃપા આશિષ સદા વરસતા રહે

આપની સાહિત્ય યાત્રા પણ અવિરત વહેતી રહે તેવી હર્ષિદા દીપક ત્રિવેદી ને મંગલ શુભકામનાઓ.

ત્રિવેદી હર્ષિદા દીપકની  સ્વરે

અને હા, તમે અમારી આ જ વેબ સાઇટ પર એક સરસ હાસ્ય લેખ પથારી ત્યાગનો પૂર્વાર્ધ – વાંચ્યો છે?

Total Page Visits: 1201 - Today Page Visits: 1

1 comments on “ત્રિવેદી હર્ષિદા દીપક – દર્પણ થી મુખ મોડી બેઠા.

  1. ખૂબ ખૂબ આભાર સાથે આનંદ …
    મારો પરિચય આ સાઈટ પર સમાવ્યો તે બાબતે આનંદ સાથે આભાર …🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!