હીંગ – આપના ઘરમાં જ છે એક ઉત્તમ ઔષધી

Spread the love

હીંગ એ એક જાતનાં ઝાડનો રસ છે. આ ઝાડની વગર ખીલેલી ડાળખીઓ કાપી નાંખવાથી તેમાંથી જે રસ પડે છે, તે જામવાથી હીંગનાં ચોસલા બંધાય છે. હીંગ આપણા દેશમાં અફઘાનિસ્તાનથી આવે છે. હીંગને કેટલાંક લોકો વઘારણી નામથી પણ ઓળખે છે.

હીંગ


હીંગના ગુણ


હીંગ ઉષ્ણ, વાતહર, કૃમિ અને નસોને શિથિલ કરનાર છે. વળી તે તીખી, હ્દય (એટલે કે હ્રદયને બળ આપનાર) પિત્ત વધારનાર, સારક, રક્ત બગાડનાર, કડવી, પાચક, રૂચિકર, તીક્ષ્ણ, અગ્નિદીપક તથા સ્નિગ્ધ છે. મળનો અટકાવનાર, આફરો, શૂળ, ગુલ્મ, અજીર્ણ, ઉદર, દમ, કૃમિ, કફ, વાયુ તથા હ્રદયરોગમાં હીંગ ફાયદો કરે છે.

હીંગ નો ઉપયોગ


1 બાળકોને પેટના ચડવા ઉપર હીંગ, સિંધાલૂણ, સૂંઠ, એલચી અને ભાર્ગમૂળનું ચૂર્ણ કરી મધમાં મેળવી ચટાવવું.
2 આફરોમાં હીંગ તથા સિંધાલૂણની મધમાં સોગઠી કરી તે જરા સુકાયા પછી ઘીવાળી કરી સફરા (ગુદામાં)માં મૂકવાથી શૂળ વગેરે બેસી જઈ આરામ થાય છે.
3 અજીર્ણ વાયુનો ગોળો થયો હોય ત્યારે હિંગની ચણા જેવળી ગોળી કરી ખવરાવવી.
4 હેડકી ઉપર અગારા ઉપર હીંગ અને વાટેલાં અડદની ભૂકી નાખી તેની ધુમાડી મોંમાં લેવી.
5 અફીણનો ઉતાર – હીંગ પાણી કે છાસમાં મેળવી પી જવાથી અફીણનો ઉતાર થાય છે. ઝેર ઉતરે છે.
6 અર્ધાંગવાયું – માશબઆદિ કાઢામાં શેકેલી હીંગનું ચૂર્ણ મેળવીને પીવું. આનાથી હનુસ્તભ (દાઢી થરડાઈ જવી), ગર્દન ઠરડાઈ જવી કે મોં વાંકું થઈ જવું, રાઝણ વગેરે વાતવ્યાધિનાં દર્દો સારા થાય છે.


7 દાંતનો દુખાવો – શેકેલી હિંગને દુખતા દાંતોની કોતરમાં ભરવી.
8 ચોથીઆ તાવ ઉપર – હીંગ અને જૂનું ઘી મેળવીને તાવ આવે તે વખતે નાકમાં ચોપડવું.
9 વાછનાગના વિષ ઉપર – ગાયના ઘીમાં 4 રતી હીંગ ખવરાવવી.
10 પરિણામશૂળ – (જમ્યા પછી બે ત્રણ કલાકે પેટમાં દર્દ થાય તે) હીંગ, સિંધવ અને જીરાનું ચૂર્ણ મધ અને ઘીમાં નાખી ખવરાવવું.
11 શરદીની લીધે થયેલી બહેરાશ ઉપર – ઊંચી ચોખી હીંગનાં બારીક ભૂકાને રુના પૂમડામાં મેળવીની તે પૂમડું કાનમાં રાખવું.
12 મૂત્રકૃચ્છ્ વગેરે ઉપર – શેકેલી હીંગ અને એલચીનું ચૂર્ણ 1 રતીભાર દૂધ કે ઘીમાં ખવરાવવું.


13 બહેરાપણા ઉપર – હીંગ, ચિત્રક અને સૂંઠ એ ત્રણેને સરસીઆના તેલમાં તળવા અને તે તેલના ટીપા કાનમાં નાખવા.
14 આધાશીશીમાં – હીંગનું પાણી કરી નાકમાં ટીપા નાખવા.
15 સુવાવડીનું ચક્કર તથા શૂળ – હીંગ શેકીને ઘીમાં મેળવી ખવરાવવી.
16 વીંછીના ડંખમાં – આકડાનાં દૂધમાં હીંગને વાટી ડંખ ઉપર લેપ કરવો.


17 ગુમાડામાં કીડા પડ્યા હોય તે ઉપર – હીંગ અને કડવા લીમડાનાં પાન વાટી જીવડાવાળા જખમમાં ભરવું. તે સાથે જરા કપૂર પણ મેળવાય.
18 કોલેરા ઉપર – શેકેલી હીંગ, કપૂર અને આંબાની ગોટલીનું મગજ સમભાગ લઈ ફૂદીનાના રસમાં એકત્ર ઘૂંટી વટાણા જેવડી ગોળીઓ કરવી અને કલાકના અંતરે આપવી. અગર હીંગ અર્ધો ભાગ, અફીણ 1 ભાગ અને લાલ મરચાંની વસ્ત્રગાળ ભૂકી 1 ભાગ એ ત્રણેની ફૂદીનાનાં રસમા ગોળીઓ વટાણા જેવડી કરવી. ઝાડો થવો શરૂ થયા પછી ઘડી ઘડીના અંતરે એક એક ગોળી આપે જવી. 5 વર્ષથી નાના અને 1 વર્ષથી મોટા બાળકને અરધી અરધી ગોળી આપવી.

Total Page Visits: 862 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!