એક પટેલ હતા. એમને ત્યાં દૂઝણું નહોતું, તેથી પટલાણીને ઘણો અશાંગળો રહેતો હતો, એક દિવસ એમના પડોશીને ત્યાં ભેંશ બાંધેલી જોઈને પટલાણીને નવાઈ લાગી, કેમ કે એને ત્યાં પણ દુઝાણું નહોતું તેની એને ખબર હતી. પડોશીને પૂછતાં એને ખબર આપ્યા કે ગામને ગોંદરે ભેંશોનું ખાંડું વેચાવ આવ્યું છે, ને આસપાસના ગામોવાળા ભેંશો લેવા ત્યાં જાય […]