ઋષિ કવિ શ્રી મકરંદ દવે સાંઇ સ્વામી તૂરીયાનંદનો એક પ્રસંગ જણાવે છે કે, સ્વામી તૂરીયાનંદ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય. સ્વામી વિવેકાનંદના આગ્રહથી અમેરિકા ગયા. ત્યાં એકાંત સ્થળે શાંતિ આશ્રમની સ્થાપના કરી. ધ્યાન, ગીતાપાઠ અને ભજન-ભક્તિમાં થોડા શિષ્યો સાથે સમય ગાળે. એક દિવસ સ્વામીને સર્પ કરડ્યો. સર્પ ઘણો ઝેરી હતો. શિષ્યો મૂંઝાઈ ગયા. આશ્રમથી નજીકમાં નજીક ગામડું […]