મથુરા નગરીના ગઢની રાંગે એક સંન્યાસી સૂતેલા છે. એનું નામ ઉપગુપ્ત. શ્રાવણ મહિનાની ઘોર રાત્રિ જામતી હતી. નગરના દીવા પવનને ઝપાટેઝપાટે બુઝાતા હતા. ગામના દરવાજા ધીરેધીરે બંધ થવા લાગ્યા. નગરને કાંગરે દીવા નથી, ઘનઘોર આકાશમાંયે તારા નથી. એકાએક એ સૂતેલો સન્યાસી અંધારમાં કેમ ઝબકી ઊઠ્યો? ઝાંઝરના ઝંકાર કરતો એ કોનો મધુર ચરણ એની […]